મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી


SHARE







મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી

મોરબી ખાતે મામલતદારની ખાલી પડેલી જગ્યા ભરવામાં આવે તેવી મુખ્ય મંત્રી સમક્ષ અહીંના જાગૃત નાગરીક તેમજ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ માંગ કરેલ છે

વધુમાં તેઓના જણાવ્યા પ્રમાણે હાલમાં ધણા સમયથી મોરબી જીલ્લો બનેલ છે.પરંતુ ખાટલે મોટી ખોટ છે કે હાલમાં મોરબી તાલુકા મામલતદારની જગ્યા ખાલી છે.તેમજ મોરબી સીટીમાં હાલમાં પ્રોબેશન ઉપર મામલતદાર ફરજ બજાવે છે.જેનો પરિયડ પણ ટુંક સમયમાં પુરો થવામાં છે.જેથી મામલતદારની બે જગ્યા ખાલી છે.જેને કારણે પ્રજાને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ચાર્જમાં રહેલ મામલતદાર નિતિવિષયક નિર્ણય લઈ શકતા નથી.જેથી પ્રજાજનો હેરાન થઇ રહ્યા છે અને મોરબી મુખ્ય મથક છે.ત્યાં જો મામલતદારની જગ્યા ખાલી હોય તે કેમ ચાલે ? તેમજ મોરબી સીટીમાં પણ મધ્યાન ભોજન નાયબ મામલતદારની જગ્યા ખાલી છે.તે પણ હાલ તેનો ચાર્જ તાલુકા પાસે છે.અહીંયા ધણા નાયબ મામલતદાર છે.તેમાંથી કોઈને મધ્યાન ભોજનનો ચાર્જ આપવો જોઈએ અથવા રેગ્યુલર નાયબ મામલતદાર મુકવા જોઈએ.સરકાર કરોડો રૂપિયા પ્રજા પાછળ ખર્ચ કરે છે.પરંતુ અધિકારીની અણ આવડત કે બેદરકારીને કારણે પ્રજા હેરાન થાય છે.તો આ બાબતે વહેલી તકે મોરબી ખાતેની તમામ ખાલી જગ્યા ભરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News