મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત


SHARE







મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત

મોરબીના જુદા-જુદા ત્રણ સ્થળોએ ત્રણ લોકોના મોત નિપજયા છે.જેમાં કાલિકાનગર ગામે કુવામાં ડૂબી જતા યુવાનનું મોત, બીમારી સબબ યુવતીનું મોત તેમજ કોઝવેના પાણીમાં રીક્ષા તણાઈ જતા આધેડનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.6

મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના કાલીકાનગર ગામે સીમમાં આવેલ માઈન સ્લોન માઈક્રો કારખાનામાં આવેલ પાણી ભરેલ કુવામાં કોઇ કારણસર પડી જતા આદર્શભાઇ મહેશભાઇ વર્મા હાલ રહે.માઈન સ્લોન માઈક્રોની લેબર કોલોનીમાં કાલીકાનગર તા.જી.મોરબી મુળ રહે.ગનીયારી ગામ તા.નરસીંગઢ જી.રાજગઢ, મધ્યપ્રદેશ નામના મજુર યુવાનનું મોત થયુ હતુ.બનાવને પગલે તાલુકા પોલીસ સ્ટેશનના અનીલભાઇ પરમાર તપાસ ચલાવી રહ્યા છે.જયારે વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રહેતા પરિવારની અંજલીબેન જીગેશકુમાર રામબહાદુર રાજબર (ઉમર ૨૫) રહે.હાલ ભાટીયા સોસાયટી વાંકાનેર મોરબી મુળ રહે.લરૈયા તા.મનકાપુર જી.ગોડા, ઉતરપ્રદેશ નામની પરણીતા પોતાના ઘરે કોઇ બીમારી સબબ મૃત્યુ પામેલ હોય પોલીસે નોંધ કરી તપાસ શરૂ કરેલ છે.મૃતક સાસુ-સસરાથી અલગ રહેતા હતા અને સંતાનમાં એક દીકરી છે.વાંકાનેર સીટી પોલીસ મથકના ભોજરાજસિંહ ઝાલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના સુત્રોના જણાવ્યા મુજબ કોટડા નાથણી ગામના નદીના પુલ પાસે ગોજારો બનાવ બન્યો હતો.જેમાં નદીના પ્રવાહમાં રીક્ષા તણાઇ જતા સિરાજભાઇ ખમીશાભાઇ સંધી મુસ્લીમ (ઉમર ૩૮) રહે. હડાળાનું પાટીયુ તા.જી.રાજકોટનું ડુબી જવાથી મોત નિપજયુ છે.મૃતક સિરાજભાઇ તથા તેમનો પુત્ર કાસીમ (ઉમર ૦૪) બનાવ સ્થળે નદીના પુલ ઉપર વરસાદનું પાણી આવેલ હોય જે પાણીના વહેણમાં રીક્ષા ચલાવીને નીકળવાનો પ્રયાસ કર્યો હતો.તે દરમિયાન પાણીના પ્રવાહમાં રીક્ષા તણાઈ ગઈ હતી અને પિતા-પુત્ર આ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.જોકે બનાવ સ્થળેથી સિરાજભાઈ સંધિની લાશ મળી હતી અને હાલ તેમના ચાર વર્ષના પુત્ર કાસીમની શોધખોળ ચાલુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.બનાવ અંગે પોલીસ સ્ટાફના વી.આર.પરમાર તપાસ ચલાવી રહ્યા છે.

૪૦૦ લીટર દારૂ સાથે કાર પકડાય

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં એલસીબીના સ્ટાફે રેડ કરી હતી.ત્યાં નવલખી ફાટક પાસેથી નીકળેલ બલેનો કાર નંબર જીજે ૩ પીડી ૭૫૫૫ ને અટકાવી કારની તલાસી લેવામાં આવતા કારમાંથી ૪૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.જેથી રૂપિયા ૮૦ હજારનો દારૂ તથા પાંચ લાખની કાર મળી રૂા.૫.૮૦ લાખની મતા સાથે સ્થળ ઉપરથી અમીન અમીરમિંયા પીરજાદા (૨૦) રહે.વવાણીયા માળીયા મિંયાણા જી.મોરબી ને પકડવામાં આવ્યો હતો અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.






Latest News