મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ


SHARE







મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ

 

મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને નાગરિકોની સુરક્ષા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે અસરગ્રસ્ત રસ્તાઓ બંધ કરી વાહન વ્યવહાર કે લોકોની અવર જવર બંધ કરાવવામાં આવી છે.

જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પાણીના પ્રવાહ કે રસ્તાની સ્થિતિને લીધે મોરબી તાલુકાનો મોરબી-ધરમપુર-સાદુળકા રોડ તથા આંદેરડા-વાંકડા રોડ, માળિયા તાલુકામાં એન.એચ. માળિયા એપ્રોચ રોડ તેમજ વાંકાનેર તાલુકામાં જાલી - દેરાળા-રાજસ્થળી રોડ, કાછિયાગાડા-ગાગિયાવાદર-રાજસ્થળી રોડ અને લુણસર-રાજસ્થળી રોડ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે. અને વહીવટી તંત્ર દ્વારા વાહનચાલકો અને ગ્રામજનોને સુરક્ષિત રહેવા, પાણીના ભારે પ્રવાહવાળા રસ્તાઓ પર સાહસ ન કરવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા ખાસ અપીલ કરવામાં આવી છે.

હળવદ-સરા રોડનો કોઝવે પાણી ફરી વળતા બંધ કરાયો


હળવદથી સરા તરફ જતા માર્ગ પર આવેલા કોઝવે ઉપરથી પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો હોવાથી, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા અને સલામતી અર્થે સાવચેતીના ભાગરૂપે આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. અને વાહનચાલકો તથા સ્થાનિક નાગરિકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા હળવદ થી કડિયાણા થઈને સરા તરફ જવાનો વૈકલ્પિક માર્ગ પૂરો પાડવામાં આવ્યો છે.






Latest News