મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં યેનકેન પ્રકારે કોન્ટ્રાકટ લઈને માથું મારતા પોલીસકર્મીની રાજ્યના ડી.જી.ને કરાઇ રજૂઆત


SHARE







મોરબી પાલિકામાં યેનકેન પ્રકારે કોન્ટ્રાકટ લઈને માથું મારતા પોલીસકર્મીની રાજ્યના ડી.જી.ને કરાઇ રજૂઆત

મોરબીમાં પોલીસ ખાતાનાં કર્મચારી તેમના વિસ્તારમાં સ્થાનિક પાલિકામાં વિવિધ કોન્ટ્રાકટ લઈને અંગત માણસોના નામે કામ કરે છે અને સ્થાનિક અધિકારી અને પદાધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને ભ્રષ્ટાચાર કરે છે જેથી કરીને તેની તટસ્થ તપાસ કરવાની માંગ સાથે રાજ્યના ડી.જી.ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર સાવસર પ્લોટમાં આવેલ મોરબી શોપીંગ સેન્ટરમાં ઓફિસ ધારવરા રમેશભાઈ બી. રબારી દ્વારા ગુજરાત રાજયના ડી.જી.ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કેપોલીસ ખાતાનાં કર્મચારી તેમના વિસ્તારમાં સ્થાનિક પાલિકામાં વિવિધ કોન્ટ્રાકટ લઈ કામ કરે છે અને તેઓની મુળ ફરજ બજાવતા નથી વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, આ પોલીસકર્મીનું વતન મોરબી છે અને તેઓ મોરબી જિલ્લા બહાર ફરજ બજાવે જો કેફરજ પર ઓછા જાય છે અને મોટે ભાગે મોરબીમાં જ રહે છે અને સ્થાનિકે મંડળો બનાવી સુધરાઈનાં કોન્ટ્રાકટ રાખે છે અને ભારે મોટી ભાગ બટાઈ કરે છે ત્યારે આવા કર્મચારીને તેમની ફરજ ઉપર રહેવા માટે યોગ્ય કરવાની માંગ કરેલ છે વધુમા એવો પણ આક્ષેપ કરેલ છે કેપોલીસ કર્મચારી દ્વારા તેના અંગત માણસોના નામે ત્થા સ્થાનિક અધિકારી અને પદાધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને ભ્રષ્ટાચાર કરે છે અને તેના માણસોને પણ પાલીકમાં યેનકેન પ્રકારે ગોઠવી દીધેલ છે જેથી આ મુદે પણ તટસ્થ તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતા છે






Latest News