મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી


SHARE







મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી

મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા અને મજૂરી કામ કરતા રેખાબેન મોહનભાઈ પરમાર (૪૨) એ થોડા દિવસ પહેલા ડમ્પર નંબર જીજે ૩૬ એક્સ ૮૯૨૪ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે, પીપળીયાથી ફગસિયા જવાના રોડ ઉપર આવેલ શ્યામ માઇક્રોન કારખાના પાસે રોડ ઉપર ફરિયાદીના પતિ મોહનભાઈ હાનાભાઈ પરમાર રોડ ઉપર સુતા હતા.તેમના ઉપર ડમ્પર ચડાવી દીધું હતું અને માથાના ભાગે ગંભીર ઇજા કરી હતી જેથી કરીને ફરિયાદીના પતિનું મોત નીપજ્યું હતું. બાદમાં ડમ્પરચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો.ઉપરોક્ત બનાવની તપાસ મોરબી તાલુકા પોલીસ મથકના ગીરીશભાઈ મારૂણીયા ચલાવી રહ્યા હોય તેઓ દ્વારા ઉપરોક્ત અકસ્માત બનાવ સર્જનાર ડમ્પર ચાલક રજાકભાઈ જુમાભાઇ સંધિ (૪૭) રહે.અયોધ્યાપુરી મેઇન રોડ ઈદ મસ્જિદ પાસે જુના બસ સ્ટેશન નજીક મોરબી વાળા વિરુદ્ધ અટકાયતી કાર્યવાહી કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

હળવદ તાલુકાના લીલાપર ગામે રહીને વાડી વિસ્તારમાં ખેત મજૂરીનું કામ કરતા પરિવારના સોનલબેન મુકેશભાઈ રાધવા નામના ૩૫ વર્ષના મહિલા કપાસમાં દવા છાંટતા હતા ત્યારે ઝેરી દવાની અસર થતા હળવદ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓને વધુ સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરી આ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.જ્યારે મોરબીના માળીયા હાઇવે ઉપર પીપળીયા ચોકડી નજીક પથ્થરના કારખાનામાં રહી કામકાજ કરતા રાધિકાબેન ઉદયસિંગ નામની ૧૫ વર્ષની સગીરાને કારખાના નજીક સાપ કરડી જતા તેને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.

બાળક સારવારમાં

જોડિયા તાલુકાના અંબાલા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની મિતવાબેન રાહુલભાઈ નાયકા નામની દોઢ વર્ષની બાળકીને ગતરાત્રિના વીંછી કરડી જતાં તેને અહીં સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.અને વાંકાનેર ખાતે ઘર નજીક રમી રહેલા સાહિલશા અકબરશા નામના ૧૩ વર્ષના બાળકને કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો તેમ પોલીસ સુત્રો દ્વારા જણાવાયેલ છે.






Latest News