મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો


SHARE







તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો

હળવદમાં દીકરાની સાથે વેપાર કરતા શખ્સને તેની પેઢીમાં નુકસાની આવેલ હોય જે બાબતનું મન દુઃખ રાખીને વૃદ્ધને પકડી રાખીને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધ દ્વારા સારવાર લીધા બાદ હાલમાં બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

હળવદના સરા રોડ ઉપર આવેલ હરીનગર ગોલ્ડ સોસાયટીમાં રહેતા દેવજીભાઈ પરસોત્તમભાઈ લોરીયા (67)હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દલિતચંદ લોરીયા અને મનીષ લોરીયા રહે. બંને અવધ સોસાયટી હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે અગાઉ તેઓનો દીકરો જયેશ આરોપી મનીષ લોરીયા સાથે વેપાર કરતો હોય આરોપી સાથે ફરિયાદીના દીકરા જયેશને પૈસાની લેતી દેતી થયેલ હતી જેનું મન દુઃખ રાખીને ફરિયાદી જ્યારે સરા રોડ ઉપર આવેલ ખોડીયાર ડેરી શાકભાજીના થડા પાસે ઉભા હતા ત્યારે તેને બંને આરોપીઓ જોઈ ગયા હતા જેથી પોતાનું બાઇક ત્યાં ઊભું રાખીને બંને આરોપી ફરીયાદી પાસે આવ્યા હતા અને ત્યાં ફરિયાદીને પકડીને કહ્યું હતું કે “તારા દીકરા જયેશના કારણે અમારી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝની પેઢીમાં નુકસાની આવેલ છે” તેમ કહીને ફરિયાદીને ઢીકા પાટુનો માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલ વૃદ્ધ દ્વારા સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News