વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નેશનલ હાઈવે રોડ ઉપર બે બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 3 વ્યક્તિ સારવારમાં


SHARE







વાંકાનેરમાં નેશનલ હાઈવે રોડ ઉપર બે બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 3 વ્યક્તિ સારવારમાં

વાંકાનેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર યુવાનનું ડબલ સવારી બાઈક બંધ પડી ગયું હતું જેથી અન્ય બાઇક ચાલકે પોતાનું બાઈક ઉભું રાખીને પોતાના બાઇકની પાછળ યુવાનનું બાઈક બાંધવા માટે થઈને રોડ સાઈડમાં બાઈક ઉભું રાખ્યું હતું ત્યારે ટ્રક ચાલકે બંને બાઈકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં કુલ મળીને ત્રણ વ્યક્તિઓને માથામાં તથા શરીરે ગંભીર જાઓ થઈ હોવાના કારણે તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ યુવાને ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના જુના રાજાવડલા ગામે રહેતા સંજયભાઈ બાબુભાઈ સોલંકી (33)હાલમાં ટ્રક નંબર જીજે 15 એવી 5108 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ હિમાલયા પ્લાઝા નજીકથી તેઓ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેની સાથે માવજીભાઈ પણ બાઈક પર બેઠેલા હતા અને તેનું બાઈક નંબર જીજે 36 3557 કોઈ કારણોસર બંધ પડી ગયું હતું જેથી બાઈક નંબર જીજે 36 ક્યૂ 7046 લઈને આવેલ સુખદેવભાઈ પાટડીયા ફરિયાદીના બાઈકને પોતાના બાઈકની પાછળ બાંધવા માટે થઈને રોડ સાઈડમાં પોતાનું બાઈક ઊભું રાખ્યું હતું દરમિયાન ટ્રક ચાલકે બંને બાઈકને પાછળથી હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદી સંજયભાઈને શરીરે ઇજાઓ થઈ હતી જ્યારે સાહેમાવજીભાઈને માથાના ભાગે તથા જમણા પગની ઘૂંટીના ભાગે ગંભીર ઇજા થઈ હતી તેમજ સુખદેવભાઈ પાટડીયાને પણ માથાના ભાગે ઈજા થઈ હોવાથી ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News