વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદના જૂના અમરાપર ગામે કલેક્ટરની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઈ


SHARE







હળવદના જૂના અમરાપર ગામે કલેક્ટરની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઈ

સરકારના જનકલ્યાણકારી આયોજનો અને સેવાઓ છેવાડાના નાગરિકો સુધી સહજતાથી પહોંચે તેવા ઉદ્દેશ સાથે હળવદ તાલુકાના જૂના અમરાપર ગામે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની પ્રેરક ઉપસ્થિતિમાં રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓએ ઉપસ્થિત રહી ગ્રામજનોને હિતકારી યોજનાઓની માહિતી પૂરી પાડી હતી. અને કલેક્ટરે ગ્રામજનો સાથે સંવાદ સાધી તેમના સ્થાનિક પ્રશ્નો અને રજૂઆતોને સાંભળ્યા હતા તથા સંબંધિત વિભાગના અધિકારીઓને તે પ્રશ્નોના ત્વરિત અને સકારાત્મક નિકાલ અર્થે જરૂરી સૂચનાઓ આપી હતી.




Latest News