મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

બેટી બચાવો બેટી પઢાઓ: મોરબીમાં કોફી વિથ કલેક્ટર કાર્યક્રમમાં 100 જેટલી દીકરીઓએ કલેક્ટર સાથે કર્યો સીધો સંવાદ


SHARE







બેટી બચાવો બેટી પઢાઓ: મોરબીમાં કોફી વિથ કલેક્ટર કાર્યક્રમમાં 100 જેટલી દીકરીઓએ કલેક્ટર સાથે કર્યો સીધો સંવાદ

બેટી બચાવો બેટી પઢાઓઅભિયાન અન્વયે મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કોફી વિથ કલેક્ટરના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબીની વિવિધ સ્કૂલ-કોલેજની 100 જેટલી દીકરીઓએ ભાગ લઈ જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે સાથે સીધો સંવાદ સાધ્યો હતો.

આ સંવાદ દરમિયાન કલેક્ટરે દીકરીઓને વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ, શિક્ષણ તથા કૌશલ્યલક્ષી અભ્યાસનું મહત્વ અને બાળ સુરક્ષા તથા કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે દીકરીઓને જીવનમાં સ્પષ્ટ લક્ષ્ય નિર્ધારિત કરી આગળ વધવા પ્રોત્સાહિત કરી હતી. ત્યાર બાદ દીકરીઓએ જિલ્લા સેવા સદનના વિવિધ સરકારી વિભાગોની રૂબરૂ મુલાકાત લઈ પ્રજાલક્ષી કામગીરી અને યોજનાઓનું આયોજન અને અમલીકરણ કઈ રીતે થાય છે તેનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. આ મુલાકાત પૂર્ણ થયે કલેક્ટરએ પોતાની ચેમ્બરમાં 10 દીકરીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી તેમના પ્રતિભાવો અને સૂચનો મેળવ્યા હતા આ તકે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે પણ દીકરીઓ સાથે સંવાદ કરી તેમના ઉત્સાહને બિરદાવ્યો હતો. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રશ્મિબેન રાજાવઢા, જિલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહિલ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર દિગ્વિજય સોલંકી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી






Latest News