વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત, મોરબીમાં આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ચાઇલ્ડ હેલ્પલાઇન દ્વારા ૨૫૫ જનજાગૃતિ કાર્યક્રમો યોજીને બાળ અધિકારો અને સુરક્ષાનો સંદેશ અપાયો


SHARE







મોરબી જીલ્લામાં ચાઇલ્ડ હેલ્પલાઇન દ્વારા ૨૫૫ જનજાગૃતિ કાર્યક્રમો યોજીને બાળ અધિકારો અને સુરક્ષાનો સંદેશ અપાયો

મોરબી જિલ્લામાં બાળકોના અધિકારોના રક્ષણ, સર્વાંગી વિકાસ અને સુરક્ષિત બાળપણને સુનિશ્ચિત કરતા સરકાર દ્વારા સંચાલિત ચાઇલ્ડ હેલ્પલાઇન-૧૦૯૮સતત પ્રશંસનીય કામગીરી કરી રહી છે. ૦ થી ૧૮ વર્ષ સુધીના મુશ્કેલીમાં મુકાયેલા બાળકો માટે ૨૪x૭ કાર્યરત આ ઇમરજન્સી સેવા બાળ શોષણ, બાળ મજૂરી, બાળ લગ્ન, ભિક્ષાવૃત્તિ અને બાળ તસ્કરી જેવા ગંભીર પ્રશ્નો સામે રક્ષણ આપી બાળકો અને સરકારી યોજનાઓ વચ્ચે એક મજબૂત સેતુ તરીકે કાર્ય કરી રહી છે.


જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી હેઠળના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સંચાલિત મોરબી ચાઇલ્ડ હેલ્પલાઇનને સપ્ટેમ્બર-૨૦૨૫ થી જુલાઈ-૨૦૨૬ દરમિયાન કુલ ૫૫ કેસો પ્રાપ્ત થયા હતા. જેમાં ખોવાયેલા કે ત્યજી દેવાયેલા બાળકો અને બાળ લગ્ન અટકાવવા જેવા ૧૦ ગંભીર કેસ, કાઉન્સેલિંગ તથા શિક્ષણ ક્ષેત્રના ૪૩ સામાન્ય કોલ્સ અને ૨ માહિતીલક્ષી કોલ્સનો સમાવેશ થાય છે. આ તમામ કેસોમાં બાળકનું સુરક્ષિત રેસ્ક્યૂ, કાઉન્સેલિંગ, તબીબી સારવાર, ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (CWC) સમક્ષ રજૂઆત, શેલ્ટર હોમની વ્યવસ્થા તેમજ પરિવાર સાથે પુનઃમિલન જેવી મહત્વપૂર્ણ કાનૂની અને સામાજિક કાર્યવાહી ત્વરિત ધોરણે હાથ ધરવામાં આવી છે.

આ બાબતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી યશપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માત્ર કેસોના નિવારણ સુધી સીમિત ન રહેતા, જનજાગૃતિ ક્ષેત્રે પણ ચાઇલ્ડ હેલ્પલાઇને નોંધપાત્ર પ્રદાન આપ્યું છે. શાળા અને આંગણવાડી કક્ષાના ૯૭ કાર્યક્રમો મારફતે ૧૨,૫૯૬ બાળકોને તથા ૧૫૮ જાહેર કાર્યક્રમો દ્વારા ૭,૨૯૯ નાગરિકો મળી કુલ ૨૫૫ સેશન્સ દ્વારા ૧૯,૮૯૫ લોકોને બાળ અધિકારો પ્રત્યે સંવેદનશીલ બનાવવામાં આવ્યા છે. "બાળકોની સુરક્ષા એ આપણી સૌની સંયુક્ત જવાબદારી છે" ના સૂત્રને ચરિતાર્થ કરતાં, કોઈપણ બાળક મુશ્કેલીમાં જણાય તો તાકીદે ૨૪x૭ કાર્યરત ટોલ-ફ્રી નંબર ૧૦૯૮ પર અથવા ચાઇલ્ડ હેલ્પલાઇન, રૂમ નં. ૩૪, બ્લોક-સી, જિલ્લા સેવા સદન, મોરબી ખાતે સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News