વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત, મોરબીમાં આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ


SHARE







મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ

ગુજરાત સરકાર દરરોજ "સુશાસન" ની વાત કરે છે. પરંતુ રાજકોટ-મોરબી સ્ટેટ હાઇવે છેલ્લા 10 વર્ષથી બનાવવામાં આવી રહ્યો છે જેનું કામ પૂરું થયું નથી ત્યાં ખાડા પાડવા લાગ્યા છે અને કેટલીક જગ્યાએ તો મોતનો ખાડો હોય તેવા મોટા મોટા ખાડા પડી ગયા છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય, કોંગ્રેસ અગ્રણી અને ખેડૂત નેતા મહેશ રાજકોટિયાકલેક્ટરને ખુલ્લો પત્ર લખ્યો છે અને કહ્યું છે કે, “શાળાઓ, હોસ્પિટલો, જેલ, સરકારી કચેરીઓમાં સરપ્રાઈઝ નિરીક્ષણ કરો છો તો કયારેક રાજકોટ મોરબી રોડનું પણ સરપ્રાઈઝ નિરીક્ષણ કરવાની જરૂર છે.”

હાલમાં મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય, કોંગ્રેસ અગ્રણી અને ખેડૂત નેતા મહેશ રાજકોટિયાએ જણાવ્યુ હતું કે, પંચાસર ચોકડી થી સનાળા, લજાઈ અને ટંકારા પાસેથી રાજકોટ-મોરબીનો "મોર્ડન હાઇવે" પસાર થાય છે તેમાં ઠેરઠેર ખાડા પડી ગયા છે. જે ગમે ત્યારે નિર્દોષ વાહન ચાલક માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ રોડ બનાવવા માટેનું કામ એક કે બે વર્ષથી નહીં પરંતુ 10 વર્ષથી કરવામાં આવી રહ્યું છે છતાં કામ પૂર્ણ થયું નથી અને જયારે ચોમાસુ આવે ત્યારે રોડ ઉપર થીગડા મારવામાં આવે છે. અને છેલ્લા એક વર્ષથી તંત્ર એક જવાબ આપે છે કે, રાજકોટથી મોરબી રિસરફેસિંગની મંજૂરી મળી ગઈ છે. તો પછી કામ કરવામાં આવતું નથી ?
શું માત્ર ફાઈલોમાં જ કામ કરવાનું છે?

વધુમાં મહેશ રાજકોટિયાઆક્રોશ સાથે જણાવ્યુ હતું કે, ફાઈલોમાં રાચતા અધિકારીઓ, હવે હદ વટાવી ચૂક્યા છે જો 48 કલાકમાં આ રોડની મરામત કરવા માટેનો જરૂરી આદેશ નહીં આપવામાં આવે તો અધિકારીઓની નજરમાં લોકોના જીવની કોઈ કિંમત નથી તે સાબિત થઈ જશે. અને રોડના ખાડાના કારણે કોઈનું મૃત્યુ થશે તો જિલ્લા વહીવટી તંત્ર અને જવાબદાર અધિકારીઓ સામે 'બેદરકારીથી મૃત્યુ' નો ગુન્હો દાખલ કરવવામાં આવશે. ત્યારે તંત્રને અલ્ટિમેટમ આપતા કહ્યું હતું કે, આગામી 48 કલાકમાં રોડનું કલેકટર સ્થળ નિરીક્ષણ કરી મરામત માટેનો આદેશ કરે, 15 દિવસમાં હાઇવેના રી-સર્ફેસિંગનું કામ શરૂ કરવામાં આવે અને 10 વર્ષની બેદરકારી માટે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News