વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ


SHARE







હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ

હળવદમાં આવેલ ગોકુલનગરમાં રહેતા શખ્સનાં ઘરની અંદર જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હોય પોલીસે 1,51,500 ની રોકડ તથા અન્ય મુદ્દામાં મળીને 2.62 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી હતી અને હાલમાં ઘરધણી સહિત પાંચ શખ્સો સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને ઘરધણીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે

હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન મળેલી હકીકત આધારે હળવદના ગોકુળનગર વિસ્તારની અંદર રહેતા ભરતભાઈ ગોકળભાઈ બારાના રહેણાંક મકાનમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જુગાર રમતા પ્રવીણ ઉર્ફે પીટર લીંબાભાઇ કલોતરા રહે. ગોકુળનગર હળવદ, બળદેવભાઈ ઘનશ્યામભાઈ ધારીયા પરમાર રહે. શરણેશ્વર સોસાયટી હળવદ, ધવલ દેવશીભાઈ કલોતરા રહે. ગોકુળનગર હળવદ અને વાસુદેવભાઈ મોહનભાઈ એરવાડિયા રહે. વસંત પાર્ક હળવદ વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે 1,51,500 ની રોકડ તેમજ 40,000 ની કિંમતના બે બાઈક અને 71,000 ની કિંમતના ચાર મોબાઈલ ફોન આમ કુલ મળીને 2,62,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરધણી ભરતભાઈ ગોકળભાઈ બારા હાજર ન હોય હાલમાં પાંચ શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને ઘરધણીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.




Latest News