મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ !


SHARE







જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ !

મોરબી જિલ્લામાં યેનકેન પ્રકારે જમીન કૌભાંડો કરવામાં આવતા હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં હળવદ તાલુકાના કવાડિયા ગામે આવેલ જમીનમાં વર્ષો પહેલાં મૃત્યુ પામેલા અપરણિત વૃદ્ધની કવાડિયા ગામે જમીન છે તેને પચાવી પાડવા માટે જમીનમાં નામ દાખલ કરવા ખોટું સોગંદનામુ બનાવ્યું હતું અને તેના આધારે ગ્રામ પંચાયતમાંથી ખોટો મરણનો દાખલો મેળવ્યો હતો ત્યારબાદ તેના આધારે ખોટો પેઢી આંબો બનાવવામાં આવ્યો હતો અને જમીનમાં નામ દાખલ કર્યું હતું આટલું જ નહીં પરંતુ તે જમીનના આધારે કૃષિ વિષયક ધિરાણ મેળવવામાં આવ્યું હતું. જેથી આ અંગે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરકારી ચોપડે પ્રગટ થયેલ પૌત્રી અને તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા મશરૂભાઈ ટીકુભાઈ લોદરીયા (66)હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચંપાબેન દેવજીભાઈ કોળી રહે. કવાડિયા હાલ રહે ધાંગધ્રા તથા તપાસમાં જેના નામ ખૂલે તેની સામે જમીન કૌભાંડની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ચંપાબેન તેઓના પરિવારના સભ્ય નથી અને તેઓએ ફરિયાદીના તા. 20/4/90 ના રોજ મૃત્યુ પામેલા કાકા અવરભાઈ કે જેઓના લગ્ન થયેલા ન હતા તેઓના નામની કવાડિયા ગામની સર્વે નંબર 265 પૈકી 36 માં જમીન આવેલ છે તે જમીનમાં પૌત્રી તરીકે પોતાનું નામ દાખલ કરાવ્યુ છે અને ટેન આ માટે અવચરભાઈ તથા તેઓના વારસદારો અંગેનું ખોટું સોગંદનામુ બનાવ્યું હતું અને આ સોગંદનામાં દર્શાવેલ અવચરભાઈ તથા અન્ય વારસદારોના જીવા ગ્રામ પંચાયતમાંથી ખોટા મરણના દાખલા કઢાવી કવાડિયા ગામના તલાટી સમક્ષ રજૂ કર્યા હતા અને અવરભાઈનો ખોટો પેઢી આંબો બનાવ્યો હતો જેનો સાચા તરીકે ઉપયોગ કરીને અવચરભાઈની જમીનમાં પોતાનું નામ દાખલ કરાવ્યુ હતું આટલું જ નહીં આ જમીન પર કૃષિ વિષયક ધિરાણની 7.90 લાખની લોન લીધેલી હતી જે બાબતે હાલમાં વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં ફરિયાદીના દીકરા પાસેથી મળતી માહિતી મુજબ તેઓ ચંપાબેનને ઓળખતા પણ નથી અને તેના પિતાના કાકા અવરભાઈ અપરણિત હતા તો પછી તેના દીકરા દેવજીભાઈ અને તેની દીકરી આ ચંપાબેન કયાંથી આવ્યા તે અમને સમજાતું નથી અને અવરભાઈના અવસાનની કાવડિયા ગામે જન્મ મરણના ચોપડે નોંધાયેલ તા 20/4/90 છે જો કે, આ કૌભાંડ કરવા માટે જે મરણનો દાખલો ઉપયોગમાં લેવામાં આવેલ છે તેમાં અવરભાઈના અવસાનની તા. 6/6/89 દર્શાવવામાં આવી છે આમ આરોપીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ખોટા દાખલા તેમજ આધાર પુરાવાઓને ચેક કર્યા વગર તેનુ નામ સરકારી ચોપડે 7/13 માં ઉમેવામાં આવ્યું છે જેથી આ કૌભાંડમાં સરકારી અધિકારી કે કર્મચારી પણ સંડોવાયેલા હોય તેમાં શંકાને કોઈ સ્થાન નથી. 
#morbi #મોરબી 






Latest News