ઘોર કળયુગ: મોરબીમાં મકાન નામે કરી આપવાની ના પડતી માતાને પુત્ર-પુત્રવધૂએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના પંચાસર રોડે બાઇક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું  સારવારમાં મોત વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત, મોરબીમાં આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં


SHARE







મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં

મોરબી નજીકનો મહાકાય મચ્છુ 2 ડેમ આજે સવારે ઓવરફ્લો થઈ ગયો હતો જેથી મોરબી અને માળિયા તાલુકામાં એક વર્ષ સુધી પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે ત્યારે આજે મોરબી મહાપાલિકાના મેયર, ધારાસભ્ય, કલેકટર, કમિશનર સહિતના મચ્છુ 2 ડેમ ઉપર પહોંચ્યા હતા અને ડેમમાં આવેલા નવા નીરને શાસ્ત્રોક વિધિ સાથે વધાવવામાં આવ્યા હતા

મોરબી શહેર વિસ્તાર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોરબીના મચ્છુ 2 ડેમમાંથી પીવા માટેનું પાણી સપ્લાય કરવામાં આવતું હોય છે તેમજ સિંચાઈ માટે ખેડૂતોને પાણી આપવામાં આવતું હોય છે આ ડેમ 100 ટકા ભરાઈ જાય એટલે એક વર્ષ માટે લોકોને પીવાના પાણી અને ખેડૂતોને સિંચાઈના પાણી માટેની ચિંતામાંથી મુક્તિ મળી જતી હોય છે મોરબીનો ડેમ શુક્રવારે સવારે 6:00 વાગ્યે 40 ટકા જેટલો ભરેલો હતો જેથી વરસાદ ખેંચાય તો પીવાના પાણી માટે શું કરશું તેની મીટીંગો કરવામાં આવી રહી હતી. શુક્રવારના દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં એક જ દિવસમાં 60 ટકા જેટલું પાણી આવ્યું હતું જેથી કરીને આજે શનિવારે સવારે 6:00 વાગ્યેથી ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો ત્યારબાદ ડેમના ચાર દરવાજાને સાત ફૂટ સુધી ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું.

મોરબી માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થઈ જતા આજે મોરબી મહાપાલિકાના મેયર ઉત્તમ સોરાણી, કલેકટર સ્વપ્નિલ ખરે, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મહાપાલિકાના કમિશનર સંગીતાબેન રૈયાણી, મહાપાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ જયંતીભાઈ પડસુંબીયા તેમજ મહાપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારો સહિતના લોકો મચ્છુ 2 ડેમ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં શાસ્ત્રોક વિધિ સાથે મચ્છુ 2 ડેમમાં આવેલા નવા નીરના વધારવામાં આવ્યા હતા અને આજના દિવસ દરમિયાન જે રીતે કોઈપણ પ્રકારની નુકસાની ન થાય તે રીતે મચ્છુ 2 ડેમમાંથી વધારાનું પાણી નદીમાં છોડવામાં આવ્યું છે આવી જ રીતે આગામી દિવસોમાં પણ વરસાદ દરમિયાન કોઇપણ જગ્યાએ જાનમાલને નુકસાન ન થાય તે રીતે વરસાદી પાણી નદીમાં છોડવામાં આવશે તેવું કલેક્ટરે જણાવ્યુ હતું.






Latest News