વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત


SHARE







વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામ પાસે ખાણમાં પાણી ભરેલું હતું ત્યાં યુવાનની લાશ પડી હતી જેને હોસ્પિટલે લઈ જવામાં આવી હતી અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની પોલીસે તપાસ હાથ ધરી હતી જ્યારે મોરબીના જીવાપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર પરણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા હતો જે બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની સીમમાં આવેલ ખાણમાં ભરેલા પાણીમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીમાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ કરી હતી દરમિયાન મૃતક યુવાન સુરેશકુમાર રાજારામ ગૌતમ (40) રહે હાલ મકતાનપર મૂળ રહે ઉત્તર પ્રદેશ વાળો હોવાનું સામે આવ્યું હતું જેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના જીવાપર ગામની સીમમાં આવેલ લોરીસન સીરામીક કારખાના ની લેબર કોલોનીના ક્વાર્ટર માં રહેતા માયાબેન કૃણાલભાઈ (35) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવ અંગેની જતીનભાઈ વાલજીભાઈ (27) રહે ખાખરેચી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી




Latest News