મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર


SHARE







વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર

કોરીધાકોડ પડેલી મચ્છુ નદીમાં ધસમસતા પુર : અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા : મચ્છુ ડેમની જળ સપાટી 27.89 ફુટ પહોંચી

 

વાંકાનેર પંથકમાં ગઈકાલે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આક્રમક બેટીંગ કરી હતી. માત્ર ચાર કલાકના ટુંકા સમયગાળામાં 4.5 ઈંચ જેટલો મુસળધાર વરસાદ ખાબકતા સમગ્ર વાંકાનેર પંથક ધમરોળાઈ ગયું હતું. વરસાદના કારણે મુખ્ય માર્ગો, નીચાણવાળા વિસ્તારો અને શેરીઓમાં પાણી ભરાઈ જતા ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.ઉપરવાસમાં નહીવત વરસાદના કારણે વાંકાનેરની જીવાદોરી સમાન મચ્છુ-1 ડેમમાં પાણીની સામાન્ય આવક શરૂ થઈ છે, જેમાં ડેમની જળસપાટીમાં અડધા ફૂટનો વધારો થતા વર્તમાન જળસપાટી 27.89 ફુટ નોંધાઈ છે.

 વરસાદનું સૌથી મનોરમ દ્રશ્ય મચ્છુ નદી પર જોવા મળ્યું હતું. જે મચ્છી નદી ગઈકાલ સવાર સુધી સાવ ખાલીખમ અને કોરીધાકોડ પડી હતી તે જ નદીમાં બપોર થતા જ ઉપરવાસમાંથી ધસમસતા નવા નીરનું આગમન થયું હતું. સવારની ખાલી નદી બપોર સુધીમાં ખળખળ કરતી વહેતી થતા સ્થાનિકો અને ખેડૂતોમાં હર્ષ અને આનંદની લહેર છવાઈ ગઈ છે. આ સાથે જ વરસાદની સ્થિતિની વાત કરીએ તો સમગ્ર પંથકમાં જળબંબાકાર વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. જેમાં વાંકાનેર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પ્રિમોન્સુન કામગીરીના અભાવે પાણી ભરાતા નાગરીકો હેરાનપરેશાન થઈ રહ્યા છે. આ સાથે જ હાઈવે જકાતનાકા ખાતે રેલ્વે ઓવરબ્રીજ નીચે પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે




Latest News