મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ
Breaking news
Morbi Today

મોરબી નજીક ઓરડીમાં જુગાર રમતા પાંચ શખ્સ ૧.૧૭ લાખના મુદામાલ સાથે ઝડપાયા: એક ફરાર


SHARE







મોરબી નજીક ઓરડીમાં જુગાર રમતા પાંચ શખ્સ ૧.૧૭ લાખના મુદામાલ સાથે ઝડપાયા: એક ફરાર

મોરબી તાલુકાના રાજપર ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે જુગારની રેડ કરી હતી ત્યારે પાંચ શખ્સ જુગાર રમતા મળી આવ્યા છે જેથી કરીને પોલીસે ૧.૧૭ લાખનો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી એલ.સી.બી.ના પીઆઇની સૂચના મુજબ સ્ટાફના માણસો કામગીરી કરી રહ્યા છે ત્યારે નિરવભાઇ મકવાણા તથા ભરતભાઇ જીલરીયાને મળેલી બાતમીના આધારે મોરબી તાલુકાના રાજપર ગામની માલસરા તરીકે ઓળખાતી સીમમાં આવેલ મનસુખભાઇ હરખાભાઇ પટેલની વાડીની ઓરડીમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે વાડીના માલિક મનસુખભાઇ પટેલ, કિશોરભાઇ પટેલ, કાંતિભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ અને સુરેશભાઇ ઉર્ફે બાબુભાઇ પટેલ રહે. બધા મોરબી વાળાની જુગાર રમતા મળી આવ્યા હતા અને તેની પાસેથી ,૧૭,૫૦૦ નો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી આ રેડ દરમ્યાન શાંતિલાલ પટેલ રહે. બરવાળા વાળો નાસી ગયો હતો જેથી તેને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે 






Latest News