મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેર સીટી પોલીસે ત્રણ ચોરાઉ બાઇક સાથે એકને દબોચ્યો


SHARE











વાંકાનેર સીટી પોલીસે ત્રણ ચોરાઉ બાઇક સાથે એકને દબોચ્યો

વાંકાનેરમાથી શંકાસ્પદ મોટર સાયકલ ચાલક નીકળતા તેને રોકીને પોલીસે તેની પૂછપરછ કરી હતી ત્યારે તેની પાસેથી ત્રણ ચોરાઉ બાઇક મળી આવ્યા છે જેથી કરીને પોલીસે હાલમાં સી.આર.પી.સી.કલમ ૪૧ (૧) ડી મુજબ બાઇક કબજે કરીને એક શખ્સને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના જી.પી.ટાપરીયા, હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, શકતિસિંહ જનકસિંહ જાડેજા, અરવિંદભાઈ પીરજભાઈ મકવાણા અને પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળા પેટ્રોલીંગમાં હતા ત્યારે એક શંકાસ્પદ મોટર સાયકલ ચાલક નીકળતા તેને રોકાવીને આગળ પાછળ નંબર પ્લેટ જીજે ૩ એફએસ ૪૭૪૩ જોવા મળી હતી અને બાઇક ચાલકનું નામ પૂછતા તેનું નામ કાળુભાઇ ઉર્ફે રાજુ રવજીભાઈ શાપરા જાતે કોળી રહે. ગુંદાખડા તાલુકો વાંકાનેર વાળો હોવાનુ સામે આવ્યું હતું અને તેની પાસેથી સંતોષકારક જવાબો મળ્યો ન હતો જેથી બાઈકના નંબરને ઈ-ગુજકોપ પોકેટકોપ મોબાઇલમાં નાખી ચેક કર્યું હતું ત્યારે આ બાઈકના માલિક ભુપતભાઈ રવજીભાઈ વનાણી રહે. ગારીયા તાલુકો વાંકાનેર વાળા હોવાનુ  સામે આવ્યું હતુ અને આ બાઈકની અમરસિંહજી હાઇસ્કુલના કંપાઉન્ડમાંથી ચોરી કરવામાં આવી હતી

ત્યાર બાદ પોલીસે ચોરાઉ બાઇક સાથે પકડાયેલા શખ્સની આગવી ઢબે પૂછપરછ કરતાં આજ થી બે દીવસ પહેલા વાંકાનેરના માટેલ પાસે અમરધામ પાસેથી બજાજ પ્લેટીના નંબર જીજે ૧૦ બી ૫૧૮૧ ની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું તેમજ એક સ્પેલન્ડર જેના આગળ પાછળ નંબર પ્લોટ તુટેલી હાલતમાં છે તેના ચેસીસ નંબર આધારે ચેક કરતાં તેના માલીક રવિભાઈ મનસુખભાઈ અગેયણીયા રહે. કબીર ટેકરી મોરબી વાળા હોવાનું સામે આવ્યું હતું અને ૧૫ દીવસ પહેલા ટીંબાવાળી મેલડી માતાજીના મંદીર પાસેથી ચોરી કરેલ હતી હાલમાં પોલીસે ત્રણ ચોરાઉ બાઈકની સાથે કાળુભાઈ ઉર્ફે રાજુ રવજીભાઈ શાપરા જાતે કોળી રહે. ગુંદાખડા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને સી.આર.પી.સી.કલમ ૪૧ (૧) ડી મુજબ બાઇક કબજે કરીને ધોરણસરની કાર્યવાહી કરેલ છે






Latest News