મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરના ઇંડા ચીતરવા ન પડે: મોરબીના ડો.વી.સી.કાતરીયાના દીકરાએ આપ્યું એક કરોડનું દાન


SHARE







મોરના ઇંડા ચીતરવા ન પડે: મોરબીના ડો.વી.સી.કાતરીયાના દીકરાએ આપ્યું એક કરોડનું દાન

(અહેવાલ: મહેન્દ્રસિંહ જાડેજા) મોરબીના પનોતા પુત્ર અને જાણીતા આંખના સર્જન ડો વી.સી.કાતારિયાના યુવાન પુત્ર દ્વારા માતા પિતા, પરિવારજનો અને ગુરુજનોએ આપેલ સંસ્કારના વારસાને મૈત્રીક કાતરિયાએ ઉજ્વળ કરી બતાવ્યો છે અને તેને ભાવનગરમાં કન્યા છાત્રાલય માટે ૨૫ લાખ અને મહુવામાં આવેલ વિપશ્યના કેન્દ્રને ૭૫ લાખ રૂપિયા આમ કુલ મળીને એક કરોડ રૂપિયાનું દાન આપેલ છે

મોરબી સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં લોકો મોરબીની આંખની હોસ્પિટલમાથી નિવૃત થયેલા ડો વી.સી.કાતારિયાની સેવાને કયારે પણ ભૂલી શકે તેમ નથી ત્યારે તેઓના દીકરાએ પણ હિન્દી ફિલ્મના ગીત "પાપા કહેતે હૈ, બડા નામ કરેગા, બેટા હમારા એસા કામ કરેંગા..." ને આજે સાર્થક કરી બતાવી છે અને ડો વી.સી.કાતારિયાના દીકરા મૈત્રીક કાતરિયાએ અભ્યાસ પૂર્ણ કરીને પોતાની ફાર્મ બનાવી છે જેમાં આજની તારીખે તે ૭૦૦ જેટલા લોકોને રોજગારી આપે છે અને મૈત્રીક કાતરિયાએ હાલમાં યોજાયેલા કાર્યક્રમમાં મહુવા વિપશ્યના કેન્દ્રમા રૂપિયા ૭૫ લાખ અને ભાવનગરમાં કન્યા કેળવણી માટે રૂપિયા ૨૫ લાખનું અનુદાન આપેલ છે આમ કુલ  મળીને એક કરોડનું દાન તેના દ્વારા આપવામાં આવ્યું છે અને તેને પોતાના કાર્યનો તમામ શ્રેય પોતાના માતા, પિતા અને ગુરૂજનોને આપેલ છે






Latest News