મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ


SHARE







મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ

મોરબીના રંગપર ગામે રહેતી પરણીતાએ એસિડ પી લીધું હતું જેથી તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક મહિલાને મારવા માટે તેના પતિદિયર અને નણંદ દ્વારા મજબૂર કરવામાં આવી હોવાની ફરિયાદ કરી હતી જે ગુનામાં હવે પોલીસે મૃતક મહિલાના નણંદની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

રાજકોટમાં આવેલ બાબરીયા કોલોની શેરી નંબર 1 માં રહેતા શક્તિસિંહ બચુભા જાડેજા (22) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસો પહેલા હર્ષાબા ઝાલા રહે. સુરેન્દ્રનગર પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ ઝાલા અને રાજદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા રહે. બંને રંગપર વાળાની સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યું હતું કે તેઓના બહેન ભક્તિબાને તેના નણંદ હર્ષાબા ઝાલાપતિ રાજદીપસિંહ ઝાલા અને દિયર પરાક્રમસિંહ ઝાલાએ લગ્ન બાદથી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો અને હર્ષાબાની ચડામણીથી ફરિયાદીની બહેનના પતિ અને દિયર દ્વારા દારૂ પીને અસહ્ય માથાકૂટ કરી દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો એટલૂ જ નહીં અવારનવાર ફરિયાદીની બહેનને ઘરેથી કાઢી મૂકવામાં આવી હતી જેથી ફરિયાદીના બહેન ભક્તિબાએ દુઃખ ત્રાસથી કંટાળીને પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું અને આપઘાત કર્યો હતો જેથી પરિણીતાને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં અગાઉ પોલીસે મૃતક મહિલાના પતિ રાજદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા અને દિયર પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ ઝાલાની ધરપકડ કરી હતી અને હાલમાં તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.એસ. તિવારી અને તેની ટિમ દ્વારા મૃતક મહિલાના નણંદ આરોપી હર્ષાબા શક્તિસિંહ રાણા (33) રહે. 80 ફૂટનો રોડ કમલાબાગ સોસાયટી, સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રફાલેશ્વર ગામ પાસે કારખાનામાં રહેતા સુનીલ અભેસિંગ (27) નામના યુવાનને દરિયાલાલ હોટલ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

વીજ શોક લાગ્યો

માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામ પાસે ટ્રક ઉપર ચડીને વિજય ભુરાલાલ મકવાણા નામનો યુવાન કામ કરી રહ્યો હતો દરમિયાન ઉપરથી પસાર થતા ઇલેક્ટ્રીક વાયરમાંથી તેને શૉટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને સારવાર આપીને બનાવની પોલીસની જાણ કરવામાં આવી છે






Latest News