મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ
Breaking news
Morbi Today

ભુજમાં રાજ્યપાલના સેમિનારમાં મોરબી અજંતા ગ્રુપના જયસુખભાઇ વિશેષ ઉપસ્થિતિ રહ્યા


SHARE







ભુજમાં રાજ્યપાલના સેમિનારમાં મોરબી અજંતા ગ્રુપના જયસુખભાઇ વિશેષ ઉપસ્થિતિ રહ્યા

"જળ એજ જીવન છે." ભુજ ખાતે જળ સંચય અને પ્રાકૃતિક ખેતીએ મહત્વના અને લોકોને ડાયરેક્ટ સ્પર્શ કરતા મુદ્દાઓ પર ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ડો. નીમાબેન આચાર્ય (સ્પીકર ગુજરાત રાજ્ય) સાથે અજંતા ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલ અને દીપકભાઈ પારેખ હાજર રહ્યા હતા અને લોક હિત, લોક કલ્યાણ અને લોકોની સુખાકારી માટે પાટીદાર રત્ન જયસુખભાઇ ઘણા વર્ષોથી "રણ સરોવર" પર રીસર્ચ અને અથાગ મહેનત કરી રહ્યા છે.

સેમિનાર દરમ્યાન રાજ્યપાલને "રણ સરોવર" પુસ્તકની થર્ડ એડિશન અર્પણ કરવામાં આવી હતી. અને કહેવાય છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ પાણી માટે જ થશે જો યોજના બધ પાણીનો સંગ્રહ નહીં કરીએ તો આવનારી પેઢીઓએ પાણી માટે તરફડિયા મારવા પડશે એટલે કે અતિ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડશે તેમાં કોઈ સ્થાન નથી. ગ્લોબલ કચ્છના દરેક સભ્યો અને દરેક મહાનુભવોએ "રણ સરોવર" રૂપી આ વિરાટ દીર્ઘદ્રષ્ટિ બદલ જયસુખભાઇને અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા હાકલ કરી હતી તેમજ પાણીના સંગ્રહ અને પાણીની બચત પર પણ ભાર મુક્યો હતો.






Latest News