મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર


SHARE







ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર

ટંકારાના છતર ગામની જીઆઇડીસી પાસે રોડ સાઈડમાં ત્રણ યુવાનો પસાર થઈ રહ્યા હતા દરમિયાન કાર ચાલકે તે પૈકીનાં બે યુવાનોને પાછળથી ડફેટે લીધા હતા અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં એક યુવાનને માથામાં હેમરેજ તથા ખભા, પગ અને મોઢાના ભાગે ઈજા થઈ હતી જ્યારે બીજા યુવાનને પેટના ભાગે ઇજા અને સાથળમાં ફ્રેક્ચર થયું હતું જેથી બંને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની ઇજાગ્રસ્ત યુવાનના કૌટુંબિક ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલ જીઆઇડીસી સામે રહેતા અને જેટકોના પાવર હાઉસમાં નોકરી કરતા મયુરભાઈ દિલીપભાઈ વાંઝા (29) એ કાર નંબર જીજે 13 એએચ 0913 ના ચાલકની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે છતર ગામે જીઆઇડીસી સામે હાઇવે રોડ ઉપરથી ફરિયાદી તથા તેના કાકાના દીકરા અક્ષયભાઈ તથા કેવલભાઈ પગપાળા ચાલીને રોડ સાઈડમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે અક્ષયભાઈ અને કેવલભાઈને પાછળથી હડફેટે લીધા હતા અને અકસ્માત કર્યો હતો આ બનાવમાં અક્ષયભાઈને માથામાં હેમરેજ તથા ખભા, પગ અને મોઢાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જ્યારે સાહે કેવલભાઈને પેટના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને સાથળમાં ફ્રેક્ચર થયું હતું જેથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને કારનો ચાલક પોતાની કાર સ્થળ ઉપરથી લઈને નાસી છૂટ્યો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં ફરિયાદી પાસેથી જાણવા મળતી હોય કે પ્રમાણે તેના કાકાનો દીકરો અક્ષયભાઈ અને કેવલભાઈ બંને તેઓના ગામથી છત્તર ગામે નોકરીની શોધવામાં આવ્યા હતા અને ફરિયાદી સહિતના ત્રણેય યુવાન ચાલીને જતાં હતા ત્યારે કાર ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો છે. અને હાલમાં બંને ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે.






Latest News