મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસે સ્પર્ધા યોજાશે


SHARE







મોરબીમાં ૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસે સ્પર્ધા યોજાશે

૧૨ જાન્યુઆરી એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસ અંતર્ગત સ્વામિ વિવેકાનંદ જયંતીનાં અનુસંધાને ઘરે બેઠાં "આવો વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ, આવો કંઈક સર્વશ્રેષ્ઠ બનાવીએ" એટલે કે કલા દ્વારાં આત્મનિર્ભર બનીએ અને જુની આઈટમને નવાં આઈડીયા વડે વેસ્ટમાંથી સર્વશ્રેષ્ઠ ગૃહ સજાવટની અવનવી વસ્તુઓ બનાવાની સ્પર્ધા યોજાવાની છે.તેમાં ભાગ લેવા વિડીયો બનાવી મોકલી આપવાનો રહેશે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ મોરબી દ્વારાં "રાષ્ટ્રીય યુવા દિવસ" ૧૨ જાન્યુઆરી સ્વામિ વિવેકાનંદ જયંતિએ  "આવો વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ, આવો કંઈક સર્વશ્રેષ્ઠ બનાવીએ" એટલે કે "કલા દ્વારા આત્મનિર્ભર બનીએ"  "કચરાંમાંથી કંચન" બનાવીએ, જુની આઈટમને નવો આઈડીયા"ની થીમ ઉપર વેસ્ટમાંથી સર્વશ્રેષ્ઠ અવનવી ગૃહસજાવટની વસ્તુઓ તેમજ વેસ્ટ કપડાં, ઉન, પ્લાસ્ટીક-કાગળ, પ્લાસ્ટીક બોટલ, કેન્ડીની સળી, બાકસની સળી, પક્ષીઓનાં પીંછા, નકામી સીડી, કાગળ, નકામા બોક્સ વગેરે જેવી અનેક જુની ચીજ-વસ્તુઓમાંથી વિવિધ ગૃહ સુશોભનની વસ્તુઓ જેવી કે ફુલ, રમકડાં, માસ્ક, તોરણ, થેલી, ઢીંગલી, પર્સ, ફુલદાની, પક્ષીઘર વગેરે વગેરે બનાવીને તે બનાવતાં હોય તેવો વિડીયો બનાવી મોકલી આપવાનો રહેશે.કેટેગરી મુજબ ભાગ લેવા અને વધુ માહીતી માટે એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) નો એન્ટ્રી નોંધાવવાની છેલ્લી તા.૧૨-૧-૨૨ રાત્રીના નવ સુધીમાં સંપર્ક કરવાનો રહેશે.

 






Latest News