મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદનાં ચરાડવામાં રહેણાક મકાનમાથી ૨૯ બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ


SHARE







હળવદનાં ચરાડવામાં રહેણાક મકાનમાથી ૨૯ બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ

હળવદ તાલુકાનાં ચરાડવા ગામે રાજલનગરમાં રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાથી ૨૯ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૮૭૦૦ નો દારૂનો જથ્થો કબજે કરેલ છે અને ઘરધણી હાજર ન હોવાથી પોલીસે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં ચરાડવા ગામે આવેલ રાજલનગરમાં રહેતા આમીનભાઈ અનવરભાઈ કાજડીયા (ઉ.૨૫)ના ઘરમાં દારૂ હોવાની બાતમી હતી તેના આધારે સ્થાનિક\ પોલીસે તેના ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાથી જુદીજુદી બ્રાન્ડની દારૂની ૨૯ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૮૭૦૦ ની કિંમતનો દારૂ કબજે કર્યો હતો જો કે, આરોપી આમીનભાઈ અનવરભાઈ કાજડીયા ઘરે હાજર ન હોવાથી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

દેશી દારૂની ભઠ્ઠી

વાંકાનેર તાલુકાનાં સતાપર ગામની સોપારી ધાર વાળી સીમમાં ગુંદાખડા વાળા આરોપી રવજીભાઇ પોપટભાઇ સાપરાની કબજા ભોગવટાવાળી વાડી પાસે આવેલ વોકળામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યારે દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો તેમજ ગરમ દેસી દારૂ ર૦ લિટર, ગરમ આથો પ૦ લિટર અને ઠંડો આથો ૪૦૦ લીટર એમ કુલ મળીને પોલીસે ત્યાથી ર૯૬૦ નો મુદામાલ કબજે કર્યો હતો જો કે, આરોપી રેઇડ દરમ્યાન હાજર ન હોવાથી તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે




Latest News