મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે આવેલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બુલેટની ચોરી


SHARE







મોરબીના લાલપર પાસે આવેલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બુલેટની ચોરી

મોરબી નજીક લાલપર ગામ પાસે આવેલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બુલેટ પાર્ક કરીને મૂક્યું હતું જે બુલેટને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને હાલમાં યુવાનને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને બુલેટ ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં લાલપર ગામ પાસે આવેલ ઓરસન ઝોનમાં અજંતા એપાર્ટમેન્ટ્સની અંદર રૂમ નંબર ૬૦૧ રહેતા અશોકકુમાર રામસિંહ ચૌધરી (ઉંમર ૩૦) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બુલેટ ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનું બુલેટ નંબર આરજે ૧૦ એસકયું ૪૧૭૩ અજંતા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરીને મૂક્યું હતું જે બુલેટ કોઈ અજાણ્યો શખ્સ ચોરી થઇ ગયેલ છે જેથી ૭૦ હજાર રૂપિયાની કિંમતના બુલેટની ચોરી કરવામાં આવી હોવાની યુવાને ફરિયાદ નોંધાવતાં મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News