મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ
Breaking news
Morbi Today

મોરબી : કોરોના વાયરસ કોવીડ-૧૯ મોરબી જિલ્લાના ૧૧ ઘરને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા


SHARE







મોરબી : કોરોના વાયરસ કોવીડ-૧૯ મોરબી જિલ્લાના ૧૧ ઘરને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

મોરબી જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર તા.૧-૧-૨૨ અને તા.૩-૧-૨૨ ના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછારના જાહેરનામા અનુસાર ૧૧ ઘરને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે.આ ૧૧ ઘર ઓમ પેલેશ રવાપર, ઈમ્પેરીયલ હાઈટ્સ રવાપર રોડ, એસ.પી.રોડ મોરબી, ઉમા ટાઉનશીપ મોરબી-૨, ઓશો ટાવર બાયપાસ રોડ મોરબી, ધર્મલાભ સોસાયટી ભક્તિનગર સર્કલ મોરબી, એલ.ઈ.કોલેજ સ્ટાફ ક્વાર્ટર મોરબી, નીલકંઠ સ્કુલ સામે રવાપર રોડ મોરબી, ન્યુ ચંદ્રેશ શનાળા રોડ મોરબી, હરબટયારી તા.ટંકારા, મહેન્દ્રનગર તા.મોરબી, જેવા વિસ્તારમાં સમાવેશ થાય છે. આ ૧૧ ઘરને ૧૪ દિવસ માટે કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ જાહેરનામામાંથી સરકાર ફરજ કામગીરી ઉપરના હોમગાર્ડ,પોલીસ કે અન્ય સરકારી અથવા અર્થ સરકારી એજન્સી, સરકારી-ખાનગી દવાખાનાના સ્ટાફ તથા ઈમરજન્સી સેવા, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ જાહેર સેવક કે જેવો કાયદેસરની ફરજ પર હોય તેવા તથા સક્ષમ અધિકારીની મંજૂરી આપેલી હોય તેવી વ્યક્તિ-સેવાઓની આ હુકમ લાગુ પડશે નહી આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે.






Latest News