મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના હીરાપર નજીક આવેલ કારખાનાની ઓરડીમાંથી 2 પિસ્તોલ-11 કાર્ટિસ સાથે એક શખ્સની ધરપકડ


SHARE





ટંકારાના હીરાપર નજીક આવેલ કારખાનાની ઓરડીમાંથી 2 પિસ્તોલ-11 કાર્ટિસ સાથે એક શખ્સની ધરપકડ

ટંકારાના હીરાપર ગામની સીમમાં આવેલ કારખાનાની સિક્યુરિટીની ઓરડીમાં રહેતા શખ્સ પાસે ગેરકાયદે હથિયાર હોવાની હકીકત મળી હતી જેથી સ્થાનિક પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી બનાવટની બે પિસ્તોલ અને 11 જીવતા કાર્ટિસ સાથે એક શખ્સ મળી આવ્યો હોય પોલીસે પિસ્તોલમ કાર્ટિસ અને મોબાઈલ મળી 47200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારાના હીરાપર ગામની સીમમાં આવેલ ફલોરીમ કારખાનાની સિક્યુરિટીની ઓડીમાં રહેતા શખ્સ પાસે ગેરકાયદે હથિયાર હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે ટંકારા પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી રાજીવસિંહ રઘુરાજસિંહ રાજાવત (46) રહે. હાલ ફલોરીમ કારખાનાની સિક્યુરિટીની ઓરડીમાં હીરાપર ટંકારા મૂળ રહે. ઉત્તરપ્રદેશ વાળા પાસેથી બે દેશી હાથ બનાવટની મેગ્ઝીન વાળી પિસ્તોલ તેમજ 11 જીવતા કાર્ટિમળી આવ્યા હતા જેથી પોલીસે હથિયાર, કાર્ટિસ અને મોબાઈલ આમ કુલ મળીને 47,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરીને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News