વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદના નવા માલણીયાદ ગામે વાડીએ દાતરડાનો ઘા ઝીકિને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ


SHARE







હળવદના નવા માલણીયા ગામે વાડીએ દાતરડાનો ઘા ઝીકિને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ

હળવદના નવા માલણીયાદ ગામની સીમમાં આધેડને તેની પત્ની સાથે બોલાચાલી થઈ હતી ત્યારે આવેશમાં આવીને આધેડે તેની પત્નીને છાતીના ભાગે દાતરડાનો ઘા ઝીકિ દીધો હતો જેથી મહિલાનું મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ મૃતક મહિનાના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક મહિલાના દીકરાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલાની હત્યા કરનારા તેના પતિની સામે ગુનો નોંધીને ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદના નવા માલણીયાદ ગામની સીમમાં મગનભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતાં મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રહેવાસી વરસીભાઈ નાયકા તેઓના પત્ની માસુડીબેન તથા દીકરા અને દીકરાની વહુ સાથે રહેતા હતા દરમિયાન કોઈ કારણોસર વરસીભાઈને તેઓના પત્ની સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારે વરસીભાઈએ તેની પત્નીને છાતીને ભાગે દાતરડાનો ઘા મારી દીધો હતો જેથી માસુડીબેન (55) નું મોત નીપજ્યું હતું ત્યાર બાદ મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

ઉલ્લેખની છે કે, આધેડે તેની પત્નીને છાતીના ભાગે દાતરડું મારીને રાત્રિના સમયે હત્યા કરી નાખી હતી ત્યારબાદ ત્યાંથી ભાગી જવાના બદલે આખી રાત તે પોતાની પત્નીની લાશ પાસે બેઠા રહ્યા હતા અને બીજા દિવસે સવારે વાડીએ અન્ય શ્રમિક આવ્યા ત્યારે મહિલાની હત્યા થઈ હોવાની માહિતી સામે આવી હતી. હાલમાં બનાવ સંદર્ભે મૃતક મહિલાના દીકરા રોહિતભાઈ વરસીભાઈ નાયક (25)ની ફરિયાદ લઈને મૃતક મહિલાના પતિ વરસીભાઈ જાડિયાભાઈ નાયક સામે હત્યાનો ગુનો નોંધીને પોલીસ ગણતરીની કલાકોમાં હત્યારા પતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.




Latest News