વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના દલડી ગામે બહેન સાથે વાસણ ધોવા બાબતે બોલાચાલી થતાં સગીરાએ કર્યો આપઘાત: મોરબીના ઘૂટું નજીક કારખાનાના કવાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાધો


SHARE







વાંકાનેરના દલડી ગામે બહેન સાથે વાસણ ધોવા બાબતે બોલાચાલી થતાં સગીરાએ કર્યો આપઘાત: મોરબીના ઘૂટું નજીક કારખાનાના કવાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાધો

વાંકાનેરના દલડી ગામની સીમમાં આવેલ કારખાનાના કવાર્ટરમાં રહેતા શ્રમિકની મોટી દીકરીને વાસણ ધોવા બાબતે નાની દીકરી સાથે બોલાચાલી થઈ હતી.જે બાબતે તેને લાગી આવતા સગીરાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જ્યારે મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનાના કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા શ્રમિકે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું હતું જે બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેરના દલડી ગામની સીમમાં આવેલ કોલીટી મીનરલ્સના નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા સમરિયા જોગડીયાભાઈ નીનામા (41) ની 17 વર્ષની દીકરી શિવાનીબેન નીનામાએ પોતાની જાતે ઓરડીની અંદર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું.ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક શિવાનીબેનને તેની નાના બહેન સાથે વાસણ ધોવા બાબતે બોલાચાલી થઈ હતી જે બાબતે શિવાનીને માઠું લાગતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.

મોરબીના ઘુટુ ગામની સીમમાં આવેલ ઓરટોન બાથવેર એલએલપી નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા છોટુ બર્જલાલ મૌર્ય (21) નામના યુવાને પોતાના લેબર કવાર્ટરની અંદર કોઈપણ કારણોસર પ્લાસ્ટિકની દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબીના આલાપ રોડ ઉપર આવેલ અંજની પાર્ક સોસાયટીમાં રહેતા ધવલભાઇ રાંકજા (30એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર અપઘાત કર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.




Latest News