વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE







ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં

ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામેથી યુવાને તેના મિત્ર સાથે બાઈક ઉપર ચોટીલા ખાતે પૂનમ ભરવા માટે થઈને જતો હતો ત્યારે વાંકાનેરના ચંદ્રપુર નજીક કાર ચાલકે તેના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં યુવાનને માથાના ભાગે હેમરેજ તથા શરીરે ઇજાઓ થઈ હતી અને તેની સાથે બેઠેલ વ્યક્તિને જડબાના ભાગે ફેક્ચર અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં બંને યુવાનોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ યુવાને કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામે રહેતા મનીષભાઈ સુરેશભાઈ બિલવાલ (20) એ કાર નંબર જીજે 36 એ એલ 0595 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તે પોતાનું બાઈક નંબર એમપી 45 એમ ટી 10 22 લઈને ચોટીલા પૂનમ ભરવા માટે થઈને જઈ રહ્યા હતા અને ત્યારે વાંકાનેર ચોટીલા હાઇવે રોડ ઉપર આવેલ ચંદ્રપુર ગામના બ્રીજ ઉતરતા હતા તે સમયે પાછળથી આવી રહેલ કાર ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીને માથાના ભાગે હેમરેજ તથા વાસના ભાગે ઇજાઓ થઈ હતી જ્યારે તેની સાથે બેઠેલા સાહેદ ઉમેશભાઈને મોઢાના જડબાના ભાગે ફેક્ચર તથા શરીરે ઇજાઓ થઈ હોવાથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News