મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી


SHARE





માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી

પશ્ચિમ રેલવે દ્વારા માળિયા મિયાણા અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે એક અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. હવેથી ટ્રેન નંબર ૯૪૮૦૧/૯૪૮૦૨ (અમદાવાદ - ભુજ - અમદાવાદ) 'નમો ભારત રેપિડ રેલ' ને માળિયા (MALB) રેલવે સ્ટેશન પર ઊભા રાખવા (સર્વિસ હોલ્ટ) માટે રેલવે વિભાગ દ્વારા સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે.

પશ્ચિમ રેલવેના ચીફ પેસેન્જર ટ્રાન્સપોર્ટેશન મેનેજર (CPTM) દ્વારા ૩ જુલાઈ ૨૦૨૬ ના રોજ અમદાવાદ ડિવિઝનના સિનિયર ડી.ઓ.એમ. (Sr. DOM) ને આ અંગેનો સત્તાવાર પરિપત્ર જારી કરી જરૂરી કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.આ ટ્રેનથી ઝડપી કનેક્ટિવિટી મળશે અમદાવાદ કે ભુજ જવા માટે માળિયાના નાગરિકોને હવે આધુનિક અને હાઈ-સ્પીડ 'નમો ભારત રેપિડ રેલ' ની સુવિધા સીધી જ પોતાના હોમ-સ્ટેશનથી મળશે.સમયનો બચાવ થસે વેપારીઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોને મુસાફરી માટે અન્ય મોટા સ્ટેશનો સુધી જવાની જરૂરિયાત ઘટશે, જેનાથી સમય અને નાણાં બંનેની બચત થશે.વિકાસને વેગ મળશે રેલવે કનેક્ટિવિટી વધવાથી સ્થાનિક રોજગારી અને વેપાર-ઉદ્યોગને પણ સારો ફાયદો થશે. #morbi #મોરબી 




Latest News