મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર


SHARE







વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર

આજના વૈશ્વિક સ્પર્ધાના યુગમાં આર્થિક સંકડામણ તેજસ્વી વિદ્યાર્થીઓના વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાના સપના આડે દીવાલ ન બનવા દેવા ગુજરાત સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ (વિકસતી જાતિ કલ્યાણ) સતત કટિબદ્ધ છે. સરકારની આ લોકાભિમુખ યોજના મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નવા ઇશનપુર ગામના એક સામાન્ય ખેડૂત પરિવારના પુત્ર મનીષ સુંદરજીભાઇ જાદવની કારકિર્દી માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

નાનપણથી જ વિજ્ઞાન પ્રવાહમાં રૂચિ ધરાવતા મનીષે ધોરણ-૧૨ સાયન્સમાં ૭૫.૬૦% ગુણ મેળવ્યા બાદ કામધેનુ યુનિવર્સિટીમાંથી 'બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનીમલ હસબંડરી' ની પદવી મેળવી હતી. મનીષનું સપનું વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવાનું હતું, પરંતુ પરિવારની મર્યાદિત આવકને કારણે વિદેશની ભારેખમ ફી ચૂકવવી અશક્ય હતી. આ સમયે મોરબી સ્થિત 'જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ)ની કચેરી' ના હકારાત્મક માર્ગદર્શન હેઠળ તેમણે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલપર ઓનલાઈન અરજી કરી હતી. વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં જ વિભાગ દ્વારા મનીષને વાર્ષિક માત્ર ૪% ના સાદા વ્યાજ દરે રૂ. ૧૫ લાખની લોન મંજૂર કરવામાં આવી હતી, જેના બળે મનીષે આજે જર્મની (Germany) દેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે સફળતાપૂર્વક પ્રવેશ મેળવી લીધો છે.

યોજનાની મુખ્ય પાત્રતા અને માપદંડ અંગે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) ડી.એમ. ડાભીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા SEBC, NT/DNT અને અતિ પછાત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશમાં ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, પી.એચ.ડી કે ટેકનિકલ કોર્સ માટે રૂ. ૧૫ લાખ સુધીની લોન ધિરાણ આપવામાં આવે છે. આ લાભ મેળવવા માટે ધોરણ-૧૨માં લઘુત્તમ ૬૦% ગુણ (NT/DNT અને અતિ પછાત વર્ગ માટે ૫૦%) અને SEBC વર્ગ માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧૦ લાખ કે તેથી ઓછી હોવી અનિવાર્ય છે. પાત્રતા ધરાવતા રસ ધરાવતા વિદ્યાર્થીઓએ વિદેશ જતા પહેલાં અથવા ગયાના ૬ મહિનાની અંદર esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી સાથે મુખ્ય દસ્તાવેજો તરીકે જાતિ-આવકનો દાખલો, શૈક્ષણિક લાયકાત, વિદેશી યુનિવર્સિટીનો ઓફર લેટર/I-20, પાસપોર્ટ-વીઝા, એર ટિકિટ અને વાલીની મિલકતના આધારો રજૂ કરવાના રહેશે






Latest News