વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક


SHARE







વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક

મોરબી જિલ્લામાં વિકાસના નામે ખેડૂતોની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. જિલ્લામાંથી વધુ 9 નવી વિજલાઇનો પસાર થવા જઇ રહી છે. જેમાં ખાસ કરીને વાંકાનેર પંથકમાંથી પસાર થનારી ત્રણ હેવી વિજલાઇન મામલે ખેડૂતો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વિજલાઇનોના કારણે ખેડૂતોની માઠી બેસે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

આ બાબતે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અંદાજે 10 જેટલા ગામોમાંથી આ હેવી વિજલાઇન પસાર થવાની છે. તંત્ર દ્વારા આ પ્રોજેક્ટની કામગીરી ટૂંક સમયમાં જ શરુ કરી દેવામાં આવનાર છે. વિજલાઇનના ટાવરો અને વાયરો ખેતરોમાંથી પસાર થવાના કારણે ખેડૂતોની મહામૂલી જમીનને મોટુ નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

આ ગંભીર મુદ્ાને લઇને ખેડૂત આગેવાનો અને વહીવટી તંત્ર વચ્ચે વાંકાનેર સેવા સદન કચેરી ખાતે કલેક્ટર સ્વપ્નીલ ખરેની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઇ હતી. જો કે આ બેઠકમાં કોઇ સંતોષકારક ઉકેલ આવી શક્યો નથી. તંત્ર દ્વારા જે વળતરની જાહેરાત  કે વાત કરવામાં આવી છે તેનાથી ખેડૂતોમાં ભારોભાર નારાજગી છે. ખેડૂતોનું કહેવું છે કે જમીનના બદલામાં મળનારુ વળતર ખૂબ જ ઓછું છે અને તેનાથી લાંબા ગાળે ખેતીને મોટુ નુકશાન જશે. બેઠક બાદ ખેડૂત આગેવાનોના વલણ પરથી સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે તેઓ આ અન્યાય સામે ઝુકવા તૈયાર નથી.

જો આગામી દિવસોમાં વળતરની રકમ બાબતે યોગ્ય અને સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી પુરેપુરી સંભાવના છે. વિકાસના નામે ખેડૂતોના ભોગે લેવાતા નિર્ણયો સામે હવે ગ્રામીણ વિસ્તારોમાં રોષનો જવાળામુખી ફાટવાની તૈયારી છે




Latest News