વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ


SHARE







ચોમાસામાં વરસાદ ખેંચાયો છે અને ઘણા બધા ખેડૂતોએ પોતાના ખેતરની અંદર ચોમાસું પાક લેવા માટે આગોતરું વાવેતર કર્યું હતું જોકે વરસાદ ન થવાના કારણે ખેડૂતોના ખેતરમાં જે વાવણી કરવામાં આવી છે તે પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે જેથી બ્રાહ્મણી 2 ડેમની કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા સાત ગામના ખેડૂતો દ્વારા ડેમમાં ભરેલા પાણીમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી માંગ સાથે હાલમાં ડેમ ખાતે જઇને રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સ્થાનિક જળાશયોમાં ભરાયેલા પાણીમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવતું હોય છે જો કે, હળવદ તાલુકાના બ્રાહ્મણી 2 ડેમમાંથી 7 જેટલા ગામના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી ડેમની કેનાલ મારફતે આપવામાં આવતું હોય છે ચાલુ વર્ષે ચોમાસું પાક લેવા માટે ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર વાવણી કરી નાખવામાં આવી હતી અને ત્યારબાદ વરસાદ ખેંચાયો હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે જો હાલમાં સિંચાઈ માટેનું પાણી ખેડૂતોને ન મળે તો તેઓએ પોતાના ખેતરમાં જે પાકની વાવણી કરી છે તે પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે જેથી ખેડૂતો દ્વારા બ્રાહ્મણી 2 ડેમ ખાતે જઈને 7 જેટલા જે ગામ બ્રાહ્મણી 2 ડેમ હેઠળના વિસ્તારમાં આવે છે તેના ખેડૂતોને ડેમમાં ભરેલા પાણીમાંથી સિંચાઈ માટેનું પાણી આપવામાં આવે તેના માટેની રજૂઆત કરવામાં આવી હતી વધુમાં ખેડૂતો પાસેથી મળતી વિગત પ્રમાણે ધનાળા, મયુરનગર, ધુળકોટ, સૂરવદર, ટીકર, ઘાટીલા, દેવળીયા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી મળતું હોય છે અને હાલમાં વરસાદ ખેંચાયો છે જેથી ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવણી કરેલા પાકને બચાવવા માટે થઈને સિંચાઈનું પાણી મળે તે જરૂરી છે જેથી બ્રાહ્મણી બ2 ડેમની કેનાલ મારફતે તેઓને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવે તેની રજૂઆત કરવામાં આવી છે જો સમયસર ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી નહીં મળે તો ખેડૂતોએ વાવણી કરવા માટે કરેલી મહેનત ઉપર પાણી ફરી વળશે અને ત્યારબાદ જો ચોમાસુ સક્રિય થઈ જાય તો ખેડૂતો પોતાના ખેતરની અંદર બીજી વખત વાવણી પણ કરી નહીં શકે જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થાય તેવી શક્યતા છે માટે વહેલી તકે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવે તેવી માંગણી ખેડૂતોએ કરી  છે




Latest News