મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના ચાડધ્રા ગામના આધેડે હાથ ઉછીના આપેલા ૫૦ હજાર પરત માંગતા રાયસંગપૂરના શખ્સે છરીનો ઘા ઝીકયો


SHARE







હળવદના ચાડધ્રા ગામના આધેડે હાથ ઉછીના આપેલા ૫૦ હજાર પરત માંગતા રાયસંગપૂરના શખ્સે છરીનો ઘા ઝીકયો

હળવદ તાલુકાના રાયસંગપૂર ગામે રહેતા શખ્સને ચાડધ્રા ગામના આધેડે હાથ ઉછીનાના રૂપિયા આપેલ હતા જે રૂપિયા પરત માંગતા ઉશ્કેરાય ગયેલા શખ્સે આધેડને ગાળો આપી હતી અને સેના પૈસા આપવાના તેવું કહીને તેની સાથે માથાકૂટ કર્યા બાદ ડાબા પગ પર છરીનો ઘા ઝીંકી દીધો હતો જેથી ઇજા પામેલા આધેડને સારવારમાં લઈ જાણવા આવ્યા હતા અને હાલમાં તેઓએ હળવદ પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

હળવદ તાલુકાના ચાડધ્રા ગામે રહેતા દોલતભાઈ હરિસંગભાઈ ગઢવી (ઉંમર ૫૨)હાલમાં સંજયભાઈ કાંતિભાઈ કોળી રહે. રાયસંગપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓએ સંજય કોળીને હાથ ઉછીના ૫૦,૦૦૦ રૂપિયા આપ્યા હતા જે પૈસા લેવા માટે તેઓ તેની વાડીએ ગયા હતા અને પૈસા પરત માગ્યા હતા જેથી સંજય ઉશ્કેરાઈ ગયો હતો અને તેને ગાળો આપીને સેના પૈસા આપવાના એવું કહીને બોલાચાલી કરી હતી અને ત્યારબાદ પોતાની પાસે રહેલ છરી વડે દોલતભાઈ ગઢવી ઉપર હુમલો કર્યો હતો અને તેને ડાબા પગમાં છરીનો એક ઘા ઝીંકી દીધો હતો જેથી કરીને ઇજા પામેલા દોલતભાઈને તેના દીકરાત્યાંથી આવીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા અને ત્યારબાદ દોલતભાઈ ગઢવીએ સંજય કોળીની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News