મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ની રાખોડિયા વાંઢ નજીકથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ પકડાયો


SHARE





માળીયા (મી)ની રાખોડિયા વાંઢ નજીકથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ પકડાયો

માળીયા મીયાણાની રાખોડિયા વાંઢ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દેશી હાથ બનાવટની જામગરી એક બંદૂક મળી આવી હતી જેથી પોલીસે 5000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરીને આરોપીની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લોની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ રાખોડીયા વાંઢ વિસ્તાર તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દેશી હાથ બનાવટની એક બંદૂક મળી આવી હતી જેથી પોલીસે 5000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી રમજાન મુસાભાઇ કાજેડીયા (35) રહે. કાજરડા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીમાં વરિયા મંદિર પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો. જેથી પોલીસે 1100 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને આરોપી કલ્પેશભાઈ દિનેશભાઈ મજેઠીયા (25) રહે. સો ઓરડી શેરી નં.6 વાળાની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News