વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદના નવા દેવળીયા ગામે રહેતા ખેડૂતના શ્રમિકો 49 મણ અને બીટી કપાસના વાવેતરની 13 થેલીઓ મળીને 1.83 લાખનો માલ ચોરી ગયા


SHARE







હળવદના નવા દેવળીયા ગામે રહેતા ખેડૂતના શ્રમિકો 49 મણ અને બીટી કપાસના વાવેતરની 13 થેલીઓ મળીને 1.83 લાખનો માલ ચોરી ગયા

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામ પાસે આવેલ વાડીને ભાગવા વાવવા માટે થઈને રાખનારા બે શ્રમિકો દ્વારા 49 મણ જીરું તથા બીટી કપાસના વાવેતર માટે લાવેલ બોલગાર્ડ બીટી કપાસની 13 થેલીઓની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને કુલ મળીને 1,83,200 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ખેડૂતો દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા દિનેશભાઈ બચુભાઈ પટેલ (52) એ હાલમાં તેઓની વાડીને ભાગવા વાવવા માટે રાખનારા નિલેશભાઈ ઉર્ફે મૂકો ઉકારભાઈ બારીયા અને હસમુખભાઈ અભેસંગભાઈ બારીયા રહે. બંને મૂળ ટોકરવા નીચવાસ ફળિયુ તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, નવા દેવળીયા ગામની સીમમાં જેતપર રોડ ઉપર આવેલ વાડીએ ગોડાઉનમાંથી તેમની વાડી ભાગવી રાખનાર મજુર ગત તારીખ 4/6 ના રાત્રીના 12:00 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારે 7:00 સાત વાગ્યા સુધીના સમયગાળામાં કોઈપણ સમયે જીરાની 17 બોરીઓ જેમાં કુલ 49 મણ જીરું તથા બોલગાર્ડ બીટી કપાસ 450 ગ્રામની થેલી એવી 13 થેલીની ચોરી કરી ગયેલ છે આમ કુલ મળીને 1,83,200 ના કિંમતનો મુદ્દામાલ કોઈ વાહનમાં ભરી જઈને ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા આધેડ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.  #morbi #મોરબી 




Latest News