મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો


SHARE







માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

માળીયા મીયાણા તાલુકાના વીર વિદરકા ગામ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દેશી હાથ બનાવટની એક બંદૂક મળી આવી હતી જેથી કરીને પોલીસે 5,000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપીની ધરપકડ કરીને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી જિલ્લા એલસીબીની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એલસીબીના હિતેન્દ્રસિંહ ચુડાસમા, ચંદુભાઈ કલોતરા, દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલા વગેરેને મળેલ સંયુક્ત બાતમી આધારે માળીયા મીયાણા તાલુકાના વીર વિદરકા ગામ પાસે વોચ રાખવામાં આવી હતી દરમિયાન ગામના પાદર પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી હાથ બનાવટની લોખંડની એક બંદૂક મળી આવી હતી જેથી પોલીસે 5000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી અસગર ઉર્ફે અબુ દાઉદભાઈ જેડા (45) રહે હાલ વીરવિદરકા તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહી મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ આર.સી.ગોહિલની સૂચના મુજબ પીએસઆઇ બી.ડી. ભટ્ટ અને વી.જી.માલાણી તેમજ તેઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી






Latest News