મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરિપર પાસે એસટીની પાછળ ટ્રક અથડાતાં બે મુસાફર મહિલાને ઇજા: બસમાં નુકશાન


SHARE











માળીયા (મી)ના હરિપર પાસે એસટીની પાછળ ટ્રક અથડાતાં બે મુસાફર મહિલાને ઇજા: બસમાં નુકશાન

માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ હરીપર ગામના પાટીયા પાસે રોડ સાઇડમાં પાર્કિંગ લાઈટ ચાલુ રાખીને એસટીની બસ ઉભી રાખવામાં આવી હતી ત્યારે પાછળથી આવી રહેલા ટ્રકના ચાલકે એસટીની બસમાં ટ્રક અથડાવ્યો હતો જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં એસટી બસમાં નુકસાન થયું હતું તેમજ બસની અંદર મુસાફરો પૈકી બે મહિલાઓને ઈજા થઈ હોવાથી બંને ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ એસટીના ડ્રાઇવરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સીદસર ગામના રહેવાસી અને એસટીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા યોગીરાજસિંહ વનરાજસિંહ જાડેજા (32એ ટ્રક નંબર ડીડી 1 આર 9598 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યું છે કે માળીયા કચ્છ નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ હરીપર ગામના પાટીયા પાસે આરોપીએ બેફિકરાયથી પોતાનો ટ્રક ચલાવ્યો હતો અને રોડ સાઈડમાં પાર્કિંગ લાઈટ ચાલુ કરીને ફરિયાદીએ તેના હવાલા વાળી એસટી બસ નંબર જીજે 18 ઝેડટી 0134 ને ઊભી રાખી હતી તેવામાં તેની પાછળના ભાગે ટ્રક ચાલકે તેનો ટ્રક અથડાવ્યો હતો. જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બસમાં નુકસાની થઈ હતી તે ઉપરાંત બસની અંદર બેઠેલા પેસેન્જર પ્રીતિબેન મુનેશ્વર શર્મા (38) રહે.મુંદ્રા કચ્છ નામના મહિલાને પગના ભાગે ઇજા ઇજા થઈ હતી જ્યારે પ્રતિભાબેન યશવંતરાય મુનિ (70) રહે.દ્વારકા નામના વૃદ્ધાને કમરના ભાગે ફેકચર જેવી ઇજા થઈ હતી જેથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ એસટીના ડ્રાઈવરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

અકસ્માતમાં ઇજા પામેલ યુવાન સારવારમાં

મૂળ આટકોટના રહેવાસી અને હાલમાં હળવદમાં આવેલ રૂદ્રપાર્ક બે ખાતે રહેતા વેપારી સંજયભાઈ ધીરુભાઈ રાઠોડ (34)કાર નંબર જીજે 36 એજે 9229 ના ચાલક હસમુખભાઈ મહાદેવભાઇ રાઠોડ રહે. ચરાડવા વાળા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ જનતા હોટલ સામેથી તેઓ પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે બાઈક નંબર જીજે 36 કયું 9059 ને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને જમણા હાથમાં કોણી પાસે ફેકચર જેવી ઇજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News