મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબી : પત્નીના અવસાનનો વિરહ સહન ન થતા ઝેરી દવા પી લેનાર યુવાનનું મોત


SHARE







મોરબી : પત્નીના અવસાનનો વિરહ સહન ન થતા ઝેરી દવા પી લેનાર યુવાનનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતો યુવાન ઝેરી દવા પી ગયો હતો અને તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજેલ છે.પોલીસના જણાવ્યા પ્રમાણે થોડા સમય પહેલા તેના પત્નીનું અવસાન થયું હતું.તેનો વિરહ સહન ન થતા યુવાન દવા પી ગયો હતો અને તેનું મોત થયેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા દિલીપભાઈ ગણેશભાઈ કમલપરા નામનો ૪૨ વર્ષનો યુવાન ગત તા.૧૨-૬ ના સવારે નવેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી ગયો હતો. જેથી તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.અત્રે સારવાર દરમિયાન તા.૧૩-૬ ના સવારના નવેક વાગ્યાના અરસામાં સારવારમાં રહેલા દિલીપભાઈ ગણેશભાઈ કમલપરા નામના ૪૨ વર્ષના યુવાનનું મોત નીપજયુ હતું.જેથી હોસ્પિટલમાંથી પોલીસને જાણ કરવામાં આવી હતી.તેથી એ ડિવિઝન પોલીસ મછકના તપાસ અધિકારી આર.આર.મિયાત્રા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવતા તેમાં સામે આવ્યું હતું કે મૃતક દિલીપભાઈના પત્નીનું એકાદ માસ પહેલા અવસાન થયું હતું.ત્યારબાદ તે ગુમસૂમ રહેતા હતા અને પત્નીનો વિરહ સહન ન થતા દિલીપભાઇએ ઝેરી દવા પી લીધી હતી.જેને પગલે સારવાર દરમિયાન તેઓનું મોત થયેલ છે.બનાવની આગળની વધુ તપાસ માટે સ્થાનિક પોલીસ દ્વારા હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

લૂંટના ઇરાદે હુમલો
મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સવાર સાથે અકસ્માત બાદ ઝઘડો કરી લૂંટ કરી માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.જેમાં મોરબીના જેતપર રોડ પાવળીયારી પાસે આવેલ સીયારામ ગ્રેનાઇટોના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો આશિષ યોગેન્દ્રસિંહ નામનો ૨૨ વર્ષનો યુવાન મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે દવા લેવા માટે આવ્યો હતો અને દવા લઈને તે પરત બાઈકમાં ઘર તરફ જેતપર રોડ ઉપર જતો હતો.ત્યારે પીપળી નજીક કોઈ રીક્ષા ચાલક સાથે તેની ટક્કર થઈ હતી.તેમાં રિક્ષા ચાલકે ઝઘડો બોલાચાલી અને મારામારી કરી હતી અને લૂંટની કોશિશ કરી હતી.તેમ આશિષે પોલીસને જણાવેલ હોય હાલ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના અરજણભાઈ ગરિયા દ્વારા નોંધ કરીને આ બાબતે આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે મોરબીના નવલખી રોડ શ્રદ્ધા પાર્ક વિસ્તારમાં રહેતો દિલીપભાઈ ચુનીલાલ નકુમ નામનો ૨૯ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો.ત્યારે રસ્તામાં તેના બાઈકનો અકસ્માત થયો હોય તેને ઈજા પામેલ હાલતમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખેવારીયા ગામે મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા હાર્દિક દીપકભાઈ પરમાર નામના ૧૯ વર્ષના યુવાનને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના હળવદ તાલુકાના સુખપર ગામે રહેતા લાલજીભાઈ કાનજીભાઈ અઘારા નામના ૪૦ વર્ષના યુવાનને સુખપર ગામે વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થવાથી સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એસ.કે.બાલાસરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તેમજ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે આવેલ કારખાના ખાતે મારામારીના બનાવમાં ઈજા પામેલ અજયભાઈ નટવરભાઈ સોનતર (૨૮) તથા પિન્કીબેન અજયભાઈ (૨૮) રહે.બંને રાતાવિરડાને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના માળિયા મિંયાણા ખાતે માતમ ચોક નજીક રહેતા ઈબ્રાહીમ મુક્તાભાઈ કાજડીયા નામના ૧૮ વર્ષના યુવાનને ઘર પાસે મારામારીના બનાવમાં ઈજા થતાં તેને પણ અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News