મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા રવિવારે રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણના કાર્યક્રમ નું આયોજન


SHARE







મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા રવિવારે રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણના કાર્યક્રમ નું આયોજન

સમાજસેવા, શિક્ષણપ્રેમ અને રાષ્ટ્રનિર્માણના મૂલ્યોને જીવનમાં ઉતારતી ભારત વિકાસ પરિષદ, મોરબી શાખા દ્વારા આગામી શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉપયોગી બને તેવા રાહતદરે ફૂલસ્કેપ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આજના સમયમાં શિક્ષણનો ખર્ચ સતત વધી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શૈક્ષણિક સામગ્રી વાજબી દરે ઉપલબ્ધ કરાવવાના ઉમદા હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા A4 સાઇઝની ઉચ્ચ ગુણવત્તાવાળી 172 પેજની ફૂલસ્કેપ નોટબુકનું વિશેષ રાહતદરથી વિતરણ કરવામાં આવશે. સામાન્ય બજાર કિંમત મુજબ 6 નોટબુકના સેટની કિંમત આશરે 420 રૂપિયા થાય છે, જ્યારે ભારત વિકાસ પરિષદ દ્વારા એ જ ગુણવત્તાનો 6 નોટબુકનો સેટ માત્ર 200 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પહેલ દ્વારા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને સીધો આર્થિક લાભ મળશે.

આ નોટબુક વિતરણ કાર્યક્રમ શનાળા રોડ ઉપર આવેલ ડૉ.ભાડેસિયા સાહેબની હોસ્પિટલ પાસે ઓમવીવીઆઈએમ કોલેજની સામે આવેલ ગ્રાઉન્ડમાં આગામી રવિવાર તા. 14 જૂન, 2026ના રોજ સવારે 9:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી યોજાશે. ભારત વિકાસ પરિષદના સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણજેવા પવિત્ર મૂલ્યોને કેન્દ્રસ્થાને રાખી આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રે સમાજને ઉપયોગી સેવા પૂરી પાડવાનો છે. પરિષદના હોદ્દેદારો દ્વારા શહેર તથા આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકોને આ યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર આયોજનમાં અધ્યક્ષ ચિરાગભાઈ હોથી, સચિવ વિશાલભાઈ બરાસરા, કોષાધ્યક્ષ હિરેનભાઈ ધોરિયાણી, સંયોજક હિંમતભાઈ મારવણીયા તથા શાખા કન્વીનર (સેવા) રાજુભાઈ ડાંગર સહિતના ભારત વિકાસ પરિષદના કાર્યકરો દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે. અને ભારત વિકાસ પરિષદના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજ વિકાસનો પાયો છે અને વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સાધનો સરળતાથી પ્રાપ્ત થાય તે માટે પરિષદ સતત સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરતી રહે છે. અને ભારત વિકાસ પરિષદમાં સભ્ય તરીકે જોડાવા અથવા વધુ માહિતી મેળવવા માટે મો. 99744 58658 પર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે. #morbi 






Latest News