વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે


SHARE







હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે

મોરબી જિલ્લા પંચાયત હેઠળની હળવદ તાલુકા પંચાયતમાં ઈ-ગ્રામ પંચાયતોના ડિજિટલ અને સુચારુ સંચાલન અર્થે તલાટી-કમ-મંત્રીના સહાયક તરીકે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે ખાનગી ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (VCE) ની સેવાઓ મેળવવા માટેની ઓપન ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હળવદ તાલુકાના રાણેકપર, મંગળપુર અને ધનાળા એમ કુલ ૩ ગામોમાં ખાલી રહેલી જગ્યાઓ પર કમિશન આધારિત મહેનતાણાથી પાત્રતા ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવાની થાય છે.

આ જગ્યા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની લાયકાત ધોરણ-૧૦ પાસ અને કોમ્પ્યુટર અંગેનું બેઝિક જ્ઞાન (CCC ધરાવતા) હોવું ફરજિયાત છે. આ ભરતી અંગેની સત્તાવાર માર્ગદર્શિકા અને અરજી ફોર્મ મોરબી જિલ્લા પંચાયતની અધિકૃત વેબસાઈટ https://morbidp.gujarat.gov.in/ પરથી ડાઉનલોડ કરી શકાશે. લાયકાત ધરાવતા રસ ધરાવતા સ્થાનિક ઉમેદવારોએ આ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-૭ (સાત દિવસ) ની અંદર જ પોતાનું સંપૂર્ણ ફોર્મ ભરીને જે-તે સંબંધિત ગ્રામ પંચાયત ખાતે તલાટી-કમ-મંત્રીને રૂબરૂમાં જમા કરાવવાનું રહેશે તેમ હળવદ તાલુકા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News