હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો


SHARE







મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો

મોરબી જિલ્લાના નાગરિકોને રક્તપિત્ત (લેપ્રસી) જેવા ગંભીર રોગથી સુરક્ષિત કરવા અને દર્દીઓને સમયસર સારવાર તેમજ સહાય પૂરી પાડવાના ઉમદા આશય સાથે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરાઈ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય/લેપ્રસી અધિકારીના માર્ગદર્શન હેઠળ મોરબીમાં ૧૮ જૂન સુધી ચાલનારા લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા નિયત કરાયેલા ૨૨ લો એન્ડેમિક’ (ઓછા ફેલાવાવાળા) જિલ્લાઓમાં મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે. આ અભિયાન હેઠળ મોરબીના કુલ ૫ તાલુકાઓના ૧૦૭ ગ્રામ્ય અને પોકેટ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. આ ઝુંબેશ દરમિયાન જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાયના દિવસોમાં આશા બહેનો અને પુરુષ સ્વયંસેવકોની બનેલી કુલ ૧૫૬ વિશેષ ટીમ પ્રત્યેક ઘરની રૂબરૂ મુલાકાત લેશે. આ ટીમ દ્વારા જિલ્લાના અંદાજિત ૨,૭૪,૯૯૮ નાગરિકોની રક્તપિત્ત અંગે શારીરિક તપાસ કરવામાં આવશે અને સ્થાનિક લોકોને આ રોગના લક્ષણો વિશે માહિતગાર કરી વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવશે.

સર્વેક્ષણની કામગીરી દરમિયાન જો કોઈ વ્યક્તિમાં રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જોવા મળશે, તો આરોગ્ય ટીમ દ્વારા તેમને ત્વરિત મફત નિદાન અને સચોટ સારવાર અર્થે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC), જનરલ હોસ્પિટલ કે સરકારી મેડિકલ કોલેજ ખાતે રિફર કરવામાં આવશે. રક્તપિત્તના કારણે દર્દીની શારીરિક, માનસિક કે આર્થિક અવદશા ન થાય તે માટે આ ગંભીર બીમારીને શરૂઆતના તબક્કામાં જ ડામી દેવા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને આ સર્વેક્ષણ કામગીરીમાં આરોગ્ય ટીમોને પૂરતો સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.  આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. શ્રીવાસ્તવ, કોર્પોરેટર મેઘરાજસિંહ ઝાલા, પૂર્વ કોર્પોરેટર સુરેશભાઇ સિરોહિયા સહિતના હાજર રહ્યા હતા.






Latest News