મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક બાઇક થાંભલા સાથે અથડાયા બાદ બીજા બાઈકમાં અથડાતાં દંપતીને ઇજા: અકસ્માત સર્જનાર વાહન ચાલકનું મોત


SHARE







વાંકાનેર નજીક બાઇક થાંભલા સાથે અથડાયા બાદ બીજા બાઈકમાં અથડાતાં દંપતીને ઇજા: અકસ્માત સર્જનાર વાહન ચાલકનું મોત

વાંકાનેરની અમરસર ફાટક પાસેથી દંપતી બાઈકમાં પસાર થઈ રહ્યું હતું ત્યારે રોંગ સાઈડમાં આવેલા બાઇક ચાલકે તેનું બાઇક થાંભલા સાથે અથડાવ્યું હતું અને ત્યાર બાદ બાઇક ચાલક નીચે પડી ગયો હતો અને તેનું બાઇક દંપતીના બાઈક સાથે અથડાયું હતું જે બનાવમાં દંપતીને ઇજાઓ થઈ હતી જયારે અકસ્માત સર્જનાર બાઇક ચાલકને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં ઇજા પામેલા આધેડની ફરિયાદ લઈને પોલીસે મૃતક સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે

વાંકાનેરના વીસીપરામાં પ્રાથમિક શાળાની પાછળના ભાગમાં રહેતા હસમુખભાઈ જીવણભાઈ ટુંડિયા (54)એ હાલમાં બાઈક નંબર જીજે 36 બીસી 0006 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, તેઓ પોતાના બાઈક નં. જીજે 36 એન 9785 માં તેઓના પત્ની કિરણબેન બેસાડીને રાજકોટથી વાંકાનેર બાજુ આવી રહ્યા હતા ત્યારે અમરસર ફાટક પાસે આરોપી સામેથી રોંગ સાઈડમાં તેનું બાઇક લઈને આવ્યો હતો અને થાંભલા સાથે તેનું બાઈક અથડાયું હતું અને ત્યાર બાદ બાઈક ચાલક રસ્તા ઉપર નીચે પડી જતાં તેનું બાઇક ફરિયાદીના બાઈક સાથે અથડાયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં ફરિયાદીને ડાબા હાથની આંગળી તથા ડાબા પગના અંગૂઠામાં ઇજા તેમજ તેના પત્ની કિરણબેનને ડાબા પગની આંગળીમાં ફ્રેક્ચર જેવી ઇજા થયેલ છે અને આરોપીને પણ ગંભીર ઈજા થઈ હોય તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં અકસ્માત સર્જના બાઈક ચાલક સામે પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News