મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેર ના કેરાળા ગામ ના પાટીયા પાસે આઇસર ટેન્કરના ચાલકે જુદા જુદા બે ટ્રકમાં પાછળથી ટક્કર મારતા અકસ્માત બે ઇજાગ્રસ્તો સારવારમાં


SHARE











વાંકાનેર ના કેરાળા ગામ ના પાટીયા પાસે આઇસર ટેન્કરના ચાલકે જુદા જુદા બે ટ્રકમાં પાછળથી ટક્કર મારતા અકસ્માત બે ઇજાગ્રસ્તો સારવારમાં

વાંકાનેર નજીક આવેલ કેરાળા ગામના બોર્ડ પાસેથી યુવાનો પોતાના ટ્રક લઈને ચા પીવા માટે રહ્યો હતો ત્યારે ઓવરટેક કરવા જતા સમયે આઇસર ટેન્કરના ચાલકે ટ્રકની પાછળના ભાગમાં તેનું વાહન અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો અને ત્યાર બાદ આઇસર ટેન્કર રોડ સાઈડમાં નીચે ઉતરી ગયું હતું ત્યાં અન્ય એક ટ્રક સાથે અથડાયું હતું જે બનાવમાં આઇસર ટેન્કરના ચાલક અને તેની સાથે બેઠેલા વ્યક્તિને ઇજાઓ થઈ હતી જોકે, યુવાનના ટ્રકમાં અને અન્ય ટ્રકમાં નુકસાન થયેલ હોવાથી આ બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુના નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરે છે

ચોટીલા તાલુકાના મગરીખડાના રહેવાસી મનસુખભાઈ મગનભાઈ અણિયારીયા (37)હાલમાં આઇસર ટેન્કરના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર નજીક આવેલ કેરાળા ગામના બોર્ડ પાસે રાજા પેટ્રોલ પંપની સામેથી તેઓ પોતાનો ટ્રક નંબર જીજે 3 બીવી 6172 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કેરાળા ગામના બોર્ડ પાસે ચા પીવા માટે થઈને તેઓ પોતાનો ટ્રક લઈને જતાં હતા તેવામાં પાછળથી આરોપીએ તેનો આઇસર ટેન્કર ફરિયાદીના ટ્રકનો ઓવરટેક કરવા જતા સમયે ટ્રકની ખાલી સાઈડમાં અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો અને આઇસર ટેન્કરના ચાલકે તેના વાહનના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા તેનું આઇસર રોડ સાઈડમાં નીચે ઉતરી ગયું હતું અને રોડ સાઈડમાં ઉભેલા ટ્રક નંબર જીજે 25 યુ 7578 ની પાછળના ભાગમાં અથડાયું હતું અને અકસ્માત થયો હતો જેમાં આરોપીને શરીરે ઇજાઓ થઈ હતી અને તેની બાજુમાં બેઠેલા વ્યક્તિને પણ ઇજાઓ થઈ હોવાથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસર ટેન્કરના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.






Latest News