વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદ પત્રકાર એસો.ના પ્રમુખ પદે જગદીશ પરમારની સર્વાનુમતે વરણી


SHARE







હળવદ પત્રકાર એસો.ના પ્રમુખ પદે જગદીશ પરમારની સર્વાનુમતે વરણી

હળવદ પત્રકાર એસો.ની બેઠકમાં નવી ઉર્જા અને નવા સંકલ્પ સાથે સંગઠનના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તાજેતરમાં રણજીતગઢ નજીક આવેલી વન વગડો હોટેલ ખાતે મોડી સાંજે યોજાયેલ બેઠકમાં હળવદ પત્રકાર એસો.ના પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી અને મંત્રીની વરણી કરવામાં આવેલ છે. જેમાં પ્રમુખ તરીકે જગદીશ પરમાર, ઉપપ્રમુખ તરીકે વિશાલ જયસ્વાલ, ખજાનચી તરીકે સોમા ભરવાડ તથા મંત્રી તરીકે વિશાલ ત્રિવેદીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. નવી ટીમે પત્રકારોના હિતોનું રક્ષણ, સંગઠનની એકતા મજબૂત બનાવવા તેમજ સમાજલક્ષી અને પત્રકારત્વને લગતી પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ બેઠમાં પત્રકાર મયુર રાવલ, અજય દવે, કિશોર પરમાર, મેહુલ ભરવાડ, પ્રશાંત જયસ્વાલ, દીપક જાની,બળદેવ ભરવાડ, બેચર રાજપૂત, રમેશ ઠાકોર, ચતુર ચરમારી, કાનાજી ભરવાડ, અમિત ઠાકોર, રોહિત પટેલ, સુરેશ સોનગ્રા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.




Latest News