મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

માળીયા (મીં)ના કાજરડા ગામ જવાના રસ્તા ઉપરથી દેશી બંદુક સાથે એક શખ્સ પકડાયો


SHARE







માળીયા (મીં)ના કાજરડા ગામ જવાના રસ્તા ઉપરથી દેશી બંદુક સાથે એક શખ્સ પકડાયો

માળીયા મીંયાણાના કાજરડા ગામ જવાના રસ્તા પરથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી દેશી હાથબનાવાટી જામગરી બંદુક મળી આવી હતી જેથી પોલીસે હથિયાર અને બાઇક મળીને 22,500 નો મુદામાલ કબ્જે કરેલ છે અને માળીયા મીંયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

માળીયા ના પીઆઇના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીગમા હતા ત્યારે મળેલી હકીકત આધારે પોલીસે કાજરડા ગામ જતા રોડ ઉપર વોચ રાખી હતી ત્યારે દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે 20,000 રૂપિયાની કિંમતનું બાઈક નંબર જીજે 36 એજી 3812 અને 2500 રુપિયાનું હથિયાર આમ કુલ મળીને 22,500 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી સમીરભાઇ અબ્બાસભાઇ મોવર રહે. કાજરડા માળીયા  વાળાની ધરપકડ કરલે છે. આ કામગીરી કરનાર પીઆઇ આર.એસ. પટેલની સૂચના મુજબ કે.એ.ગાંભવા, સહદેવસીંહ અનીરુધ્ધસીંહ, રાજદિપસિંહ ઝાલા, ઉપેન્દ્રસિંહ પરમાર તથા તુષારભાઇ હીરાભાઇએ કરી હતી.

યુવતીના અપહરણના ગુનામાં આરોપી ઝડપાયો
મોરબી તાલુકા વિસ્તારમાંથી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું જે ગુનામાં મોરબી જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે બાતમી આધારે આરોપી નિતિનભાઇ ઉર્ફે નીક ગંગારામભાઇ ૫રમાર (26) રહે. બાદનપર મોરબી વાળાને હસ્તગત કરવામાં આવ્યો હતો અને ભોગ બનેલ યુવતીને પણ મહિલા પોલીસને સાથે રાખીને શોધી કાઢવામાં આવેલ છે હાલમાં પકડાયેલ આરોપી અને ભોગ બનનારને આગળની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવેલ છે.






Latest News