વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામે રેતી માફિયા ઉપર રેન્જ આઇજીની ટિમ ત્રાટકી: ૮૦ લાખનો મુદામાલ કબ્જે


SHARE







હળવદના ટીકર ગામે રેતી માફિયા ઉપર રેન્જ આઇજીની ટિમ ત્રાટકી: ૮૦ લાખનો મુદામાલ કબ્જે

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં ખનીજ માફિયા સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં હળવદના ટીકર ગામે રેતીનું ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું હોવાનું હક્કિત મળી હતી જેના આધારે રેતી માફિયા ઉપર રેન્જ આઇજીની ટિમ ત્રાટકી હતું અને સ્થળ ઉપરથી ૮૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને સ્થાનિક પોલીસને મુદામાલ સોંપીને આ અંગેની ખાણખનિજ વિભાગને જાણ કરવામાં આવી હતી.

રાજકોટના રેન્જ આઇજી નિર્લિપ્ત રાય (IPS)ની સૂચના મુજબ જુદાજુદા જિલ્લાઓમાં ગેરકાયદે પ્રવૃતિ કરનારા શખ્સો ઉપર ધોંસ બોલાવવામાં આવી રહી છે અને ખાસ કરીને ખનીજ ચોરીના દૂષણને ડામવા માટે રેડ કરવામાં આવતી હોય છે તેવામાં રાજકોટ રેન્જના પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા ખનીજ માફિયાઓને શોધવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં ધર્મેન્દ્રસિહ વાઘેલા, રાજદિપસિહ ઝાલા, દિલીપસિહ સિંધવ, ફતેસંગ પરમારને મળેલ ચોકકસ હકિકત મળી હતી કે, મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ટીકર ગામની સીમમાં બ્રામ્હાણી નદિમાંથી રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે જેથી ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી એક ડમ્પર, એક હિટાચી તથા એક હોડકુ મળી આવ્યું હતું જેથી પોલીસે ૮૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવીને આ રેડની ખાણખનીજના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી.




Latest News