મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા યુવાને 30થી 35 ટકાના વ્યાજે લીધેલ રૂપિયાની સામે અનેક ગણી રકમ ચૂકવી દીધી છતાં પઠાણી ઉઘરાણી ચાલુ, 3 સામે ફરિયાદી


SHARE







વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા યુવાને 30થી 35 ટકાના વ્યાજે લીધેલ રૂપિયાની સામે અનેક ગણી રકમ ચૂકવી દીધી છતાં પઠાણી ઉઘરાણી ચાલુ, 3 સામે ફરિયાદી

વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા અને લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતા યુવાનને વર્ષ 2024 માં કર્મચારીનો પગાર કરવા તથા તેના ભાઈની સારવાર માટે રૂપિયાની જરૂર હતી ત્યારે તેને 30 થી 35 ટકા ના ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા અને બાદમાં યુવાન વ્યાજના ચક્રમાં ફસાયો હતો અને સમયાંતરે જુદા જુદા ત્રણ વ્યક્તિઓ પાસેથી વ્યાજે લીધેલા રૂપિયા કરતાં વધુ રૂપિયા તેઓને પાછા આપી દીધા હતા છતાં પણ વ્યાજ અને પેનલ્ટી ગણીને યુવાન પાસેથી વધુ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી તથા તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. જેથી ભોગ બનેલ યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

વાંકાનેરના રાતા વીરડા ગામે રહેતા અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા પ્રવીણભાઈ હરખાભાઈ ઉકેડીયા (26)એ હાલમાં અજયભાઈ રમેશભાઈ અબાસણીયા રહે. રાતાવિડા, બીજલભાઇ ઉર્ફે ભોજાભાઇ બેચરભાઈ ગીગોરા રહે. લાકડધાર અને હિતેશભાઈ મગનભાઈ પટેલ રહે. મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓને મજૂરનો પગાર ચૂકવવા અને ભાઈની સારવાર માટે વર્ષ 2024 માં રૂપિયાની જરૂર પડતા તેઓએ અજયભાઈ પાસેથી 3 લાખ રૂપિયા 30 થી 35 ટકાના વ્યાજે લીધેલા હતા અને વ્યાજ તથા પેનલ્ટીની રકમ ઉમેરીને ફરિયાદી પાસેથી આઠ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી ત્યારે ફરિયાદીએ કુદરતની બીક રાખીને મૂળ રકમ લઈ લેવા કહ્યું હતું અને તે સમયે અજયભાઈએ ફરિયાદીને  છરીના ઘોડદા મારી દેવાની ધમકી આપીને છરી અડાડી હતી અને 5 લાખ રૂપિયા કઢાવી લીધા હતા આમ અજય ભાઈને વ્યાજ પેટે 30 લાખ રૂપિયાના મુદ્દલની રકમ ચૂકવી દીધી હતી છતાં પણ તેની પાસેથી વ્યાજનું વ્યાજ ગણીને વધુ 3 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી અને પઠાણી ઉઘરાણી કરીને ઘર વેચીને નાણા ચુકવવા ધાધમકી આપવામાં આવતી હતી

દરમિયાન ફરિયાદીએ બીજલભાઇ પાસેથી દોઢ લાખ રૂપિયા 35 ટકાના વ્યાજે લીધા હતા અને તેની સામે આશરે 5 લાખ રૂપિયા જેટલું વ્યાજ તથા મુદલ ચૂકવી દીધા હતા છતાં પણ વ્યાજ અને પેનલ્ટી ગણીને 1.20 લાખ રૂપિયા દેવા માટે ફરિયાદી અને તેના છોકરાઓને મારી નાખવાની ધમકી આઈ હતી અને ફરિયાદી પાસેથી બળજબરીથી બાઇક નંબર જીજે 36 બીસી 0783 જેની કિંમત 98,681 હપ્તેથી લેવડાવીને બાઈક બળજબરીથી બીજલભાઇપડાવી લીધું હતું અને 20  હજાર રૂપિયા દેવાના બાકી તેવું કહી ફરિયાદીના ઘરે જઈને પૈસાની પઠાણી ઉઘરાણી કરી હતી જ્યારે આરોપી હિતેશભાઈ પટેલે ફરિયાદીના પત્નીના સોનાના દાગીના આશરે સાડા ત્રણ તોલા જેટલા વજનના બેન્કમાં ગીરવે પડેલા તે છોડાવીને વગર વ્યાજે 3.56 લાખનું ધિરાણ કરી ફરિયાદીએ દાગીના છોડાવતા આરોપીએ ફરિયાદીને આ રૂપિયા ઉપર વ્યાજ આપવું પડશે તેવું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરિયાદીના પત્નીના સાડા ત્રણ તોલાના દાગીના પડાવી લઈ ઊંચું વ્યાજ ગણીને 8,00,000 ની માંગણી કરી હતી આમ જુદા જુદા સમયે ત્રણેય વ્યક્તિઓએ યુવાનને વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને ધમકી આપી હોય હાલમાં ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News