એકાદશી નિમિતે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ અને છાશનું વિતરણ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં વધુ બે વ્યાજખોરોની ધરપકં : ૭ પૈકી ૫ પકડાયા મોરબીના સિરામિક, પેપરમિલ અને ટેક્સટાઈલ સહિત ઔદ્યોગિક એકમોની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ કરી મુલાકાત મોરબીમાં મિનરલ્સના કારખાનેદારોને રાજસ્થાના ખનીજ માટે રોયલ્ટીના નામે હેરાન કરવાનું બંધ કરો: કલેકટરને કરી રજૂઆત મોરબી મહાનગરપાલિકામાં મેયરના અધ્યક્ષસ્થાને પ્રી-મોન્સૂન એક્શન પ્લાનની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ મોરબી શહેર-જીલ્લામાં લાયકાત વગરના બોગસ પત્રકારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ: વેંચતા લીધેલા પ્રેસ કાર્ડ તાત્કાલિક જમા કરાવવા ડીવાયએસપીની તાકીદ મોરબી મહાપાલિકાની એક પણ સમિતિમાં પદ સ્વીકારવાનો દલવાડી સમાજના ચૂંટયેલા 8 કોર્પોરેટરોનો ઇન્કાર: જીલ્લા પ્રમુખને કરી રજૂઆત માળીયા (મી)ના ખાખરેચી ગામે કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં વધુ બે વ્યાજખોરોની ધરપકં : ૭ પૈકી ૫ પકડાયા


SHARE











મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં વધુ બે વ્યાજખોરોની ધરપકં : ૭ પૈકી ૫ પકડાયા

મોરબીમાં હોટલના ધંધાથીએ રૂપિયાની જરૂર પડતા અલગ અલગ વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને જેટલા રૂપિયા લીધા હતા તેના કરતા અનેક ગણું વધારે વ્યાજ અને રૂપિયા ચૂકવી આપેલ હતા. રૂપિયા પાછા આપી દીધા હતા તેમ છતાં પણ તેની પાસેથી મૂડી અને વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને ધમકીઓ દેવામાં આવતી હતી તેમજ તેઓની પાસેથી મોબાઇલ ફોન મકાનનો ઓરીજનલ દસ્તાવેજ કોરા ચેક, નોટરી લખાણ વિગેરે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા મેળવી લેવામાં આવ્યું હતું અને વ્યાજ તથા મૂડીના રૂપિયા માટે થઈને અવાર-નવાર હોટલના ધંધાર્થીને ત્રાસ આપવામાં આવતો હતો.જેથી કરીને તેણે આપઘાત કરી દીધો હતો.જે બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાત લોકોના સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અગાઉ ત્રણ અને ગઇ કાલે વધુ બે ઇસમોની ધરપકડ કરી બાકીના બે લોકોને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના આલાપ રોડ ઉપર આવેલ રામદેવપીરના મંદિર વાળી શેરીમાં તિરૂપતિ સોસાયટી ખાતે રહેતા નીરવભાઈ અશ્વિનભાઈ બોપલિયા (૩૪) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇમરાન ગુલામભાઈ માડકિયા રહે.મોરબી, અજય ભટ્ટ રહે. વાઘપરા, ગીરીરાજસિંહ ગોહિલ રહે.રાજકોટ , ભરત રબારી રહે.થોરાળા, અજીતભાઈ જેસંગભાઈ રાઠોડ રહે. ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી, વિપુલ જેસંગભાઈ રાઠોડ રહે.નવલખી રોડ મોરબી તથા કિશનભાઇ રબારી રહે.મકનસર સામે ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેને જણાવ્યું છે કે તેના પિતા અશ્વિનભાઈ હરખજીભાઈ બોપલિયા (૫૦) એ ઇમરાન માડકીયા પાસેથી ૧૨.૫૦ લાખ ૪ ટકાના વ્યાજ લેખે લીધા હતા. જેની સામે તેને ૫૦ લાખ જેટલું વ્યાજ ચૂકવેલ છે.અને મકાનનો સોદાખત કરી ઓરીજનલ દસ્તાવેજ તેણે લઈ લીધેલ છે.જયારે અજય ભટ્ટ અને ગિરિરાજસિંહ ગોહિલ પાસેથી ૨૨ લાખ ૫ ટકાના વ્યાજે લીધેલા હતા.જેની સામે ૧૮ લાખ રૂપિયા ચૂકવી આપેલ છે અને આઠ કોરા ચેક ફરિયાદીના પિતા પાસેથી આરોપીઓએ મેળવી લીધા હતા.

જયારે ભરત રબારી પાસેથી એક લાખ ૨૦ ટકાના વ્યાજ લેખે લીધા હતા જેની સામે ૫ લાખ ચૂકવી આપેલ છે અને અજીતભાઈ રાઠોડ તથા વિપુલ રાઠોડ પાસેથી દોઢ લાખ ૩૦ ટકાના વ્યાજે લીધા હતા.જેની સામે ૧.૪૦ લાખ રૂપિયા ચૂકવી આપેલ છે.છતાં અજિત રાઠોડે ફરિયાદીના પિતાનો સેમસંગ કંપનીનો એસ-૨૪ અલ્ટ્રા ફોન લઈ લીધો હતો અને બંને આરોપીઓએ ત્રણ કોરા ચેક મેળવી લીધા હતા જ્યારે કિશન રબારીએ પચાસ હડાર રોજના ૮૦૦ રૂપિયાના વ્યાજ લેખે આપ્યા હતા જેની સામે ૧૦ લાખનું નોટરી લખાણ અને બે કોરા ચેક મેળવી લીધા હતા.આમ આરોપીઓ દ્વારા ફરિયાદી પાસેથી વ્યાજ અને મુળીની રકમની ઉઘરાણી કરવામાં આવતી હતી અને વ્યાજ ન ચૂકવતા ફોન ઉપર ગર્ભિત ધમકીઓ આપવામાં આવતી હતી જેથી સાતેય આરોપીઓ ફરિયાદી અને તેના પિતા પાસેથી પૈસાની ઉઘરાણી કરતા હતા અને ફરિયાદીના પિતાને માનસિક ત્રાસ આપતા હતા. 

જેથી ફરિયાદીના પિતા અશ્વિનભાઈ હરખજીભાઈ બોપલિયાએ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.જે બનાવ સંદર્ભે મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદી આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે અગાઉ કિશનભાઇ મનુભાઈ રાઠોડ (૨૧) રહે.સીતારામ સોસાયટી શેરી નંબર-૧ ગોકુલનગર મકનસર, લાલજીભાઈ ઉર્ફે ભરતભાઈ અણંદાભાઇ રાઠોડ (૩૪) રહે.થોરાળા અને ગિરિરાજસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ (૩૧) રહે. વિમલનગર પુષ્કરધામ પાછળ યુનિવર્સિટી રોડ રાજકોટ વાળાની ધરપકડ કરેલ હતી.હાલ આ કેશની તપાસ ચલાવી રહેલા એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જે.વી.ઝાલા દ્વારા આ ગુનામાં અજીત જેસંગભાઈ રાઠોડ (૩૯) રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી તેમજ વિપુલ જેસંગભાઈ રાઠોડ (૩૫) રહે.અમૃતપાર્ક શેરી નંબર-૪ સેન્ટ મેરી સ્કૂલ પાસે નવલખી રોડ મોરબીની ધરપકડ કરી હતી અને હજુ આ ગુનામાં બે વ્યક્તિઓને પકડવાના બાકી હોય તેને પકડવા માટે પોલીસ દ્વારા આગળના ચક્રો ગતિમાન કરાયા છે.






Latest News